તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નોટબંધીના નિર્ણયનું સમર્થન પરંતુ ગેરવ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શન

નોટબંધીના નિર્ણયનું સમર્થન પરંતુ ગેરવ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાસ(પાટીદારઅનામત આંદોલન સમિતિ)ની સરકાર અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા બાબતની બેવડી નીતિ ખુલી પડી ગઇ છે. પાસ સરકારને પણ વહાલી થવા માંગે છે સાથે લોકોના મનમાં પણ પોતાનું સ્થાન જમાવી રાખવાના પ્રયાસ કરી રહી છે. તે માટે પાસે સરકારની નોટબંદીના નિર્ણયના વખાણ કરીને સરકારને વહાલા થવાના પ્રયાસ કર્યા છે. તો બીજી તરફ અવ્યવસ્થાના કારણે લોકોને હાલાકિ ભોગવવી પડી રહી હોવાનું જણાવીને રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જોકે રેલીમાં માંડ અઢીસો લોકો આવ્યા હતા.

પાસે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું, કે કેન્દ્ર સરકારના 500 અને 1000ની નોટ બંદીને પાસ સમર્થન આપે છે. નિર્ણયની તરફેણ કરે છે. પરંતુ નોટ બંદી લાગુ કરવામાં જે અવ્યવસ્થા જણાઇ રહી છે. તેના કારણે લોકોને જે હાલાકિ ભોગવવી પડે છે તેનો વિરોધ કરી રહ્યા છે.

તે બાબતે તંત્રનું ધ્યાન દોરવા માટે રવિવારે સાંજે પાસે સરથાણા જકાતનાકા, પ્રાણી સંગ્રહાલયથી એક બાઇક રેલીનું આયોજન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને લોકોને પડતી હાલાકીની માહિતી આપીને કેટલીક માંગણીઓ કરી હતી. જેમાં બેંકોમાં પુરતી રોકડની વ્યવસ્થા કરવામાં આવે, બેંકોમાં રૂપિયા જમા કરાવવાવાળા અને ઉપાડવાવાળાઓની લાઇન અલગ કરાય, લોકોમાં ટેક્સ બાબતે ભયનો માહોલ છે, તે માટે આઇટી વિભાગ દ્વારા માર્ગદર્શન કેન્દ્રો અને હેલ્પ લાઇન શરૂ કરવામાં આવે, ખેડુતોને હેરાનગતી થાય તેનું ધ્યાન રાખે, મેડિકલ, હોસ્પિટલમાં, લગ્ન પ્રસંગ માટે કે અન્ય કોઈ પણ પ્રસંગ માટે લોકોને જરૂરી રૂપિયા મળી રહે તે માટે વ્યવસ્થા કરવી,એટીએમ અને સીડીએમ મશીનો બેંકો દ્વારા રેગ્યુલર કરવામાં આ‌વે.

આદેવનપત્રના માધ્યમથી પાસે સરકારને ચીમકી આપી હતી કે દિન સાતમાં તમામ મુદ્દાઓ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવે તો અન્ય સંગઠન અને સંસ્થાઓ સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

નોટબંધી ના કારણે લોકો ને પડતી તકલીફ ના વિરાધ માં પાટીદા અનામત આંદોલન સમિતી દ્રારા સરથાણા થી બાઇક રેલી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તસવીર- મનોજ તેરૈયા

પાસની બાઇક રેલીમાં બેવડી નીતિ બહાર આ‌વી

અન્ય સમાચારો પણ છે...