તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ખાતામાં બીજાના નાણાં ભર્યાં તો મર્યા સમજો: મનિષ શાહ

ખાતામાં બીજાના નાણાં ભર્યાં તો મર્યા સમજો: મનિષ શાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનાનિર્ણયને કારણે પેદા થયેલા પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરતમાં યોજાયેલી જાહેર સભામાં હાઇકોર્ટના વકીલ મનિષ શાહે સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. જેની પાસે પૈસા છે અને ભવિષ્યમાં ઈન્કમ સોર્સ જણાવી શકે છે તેમણે ડરવાની જરૂર નથી હમણાં બેંકમાં પૈસા ભરીને રીટર્ન ફાઇલ કરી શકો છો પરંતુ પોતાના બેંક ખાતામાં બીજાના પૈસા ભર્યા તો તમારા પર ઇન્કમટેક્ષની નોટીસ ચોક્કસ આવી શકે છે.

8 નવેમ્બરે સરકાર દ્વારા બંધ કરાયેલી 500-1000ની ચલણી નોટો રદ્દ કરવાના નિર્ણયને કારણે ઉભી થયેલી પરીસ્થિતિમાં ધી સધર્ન ગુજરાત ઇન્કમટેક્ષ બાર એસોસિએશન,સુરત તથા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલટન્ટ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સુરતમાં જાહેર સભા યોજાઇ હતી. જેમાં હાઇકોર્ટના જાણીતા વકીલ મનિષ શાહ હાજર રહ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે2017-18થી કેન્દ્ર સરકાર સેક્શન 270એ અને 270એએ લાવી રહી છે. સેક્શન 270એ પેનલ્ટીની જોગવાઇ છે હાલ તમે બેંકમાં ગમે તેટલા પૈસા ભરો અને રીટર્ન બતાવી દો તો કોઇ તકલીફ નહી પડે પરંતુ તે તમારે પુરવાર કરવું પડશે કે પૈસા કયાંથી આવ્યાω. રિપોર્ટિંગ માટે અન્ડર રિપોર્ટિંગમાં પેનલ્ટી લાગવી જરૂરી છે માટે સેક્શન 270એમાં 200 ટકા પેનલ્ટી કોઇ પણ હિસાબે શક્ય નથી.

નોટબંધીના નિર્ણય બાદ યોજાયેલી સભામાં હાઇકોર્ટના વકીલે સરકારના નિર્ણયની પ્રશંસા કરી

શું છે અન્ડર રિપોર્ટિંગ અને મીસ રિપોર્ટિંગω

રીટર્ન ફાઇલ અને ઍસેસમૅન્ટ વચ્ચે તફાવત હશે તો અન્ડર રિપોર્ટિંગ હેઠળ વ્યકિતને 50 ટકા પેનલ્ટી લાગી શકે છે. જયારે ખોટી માહીતી આપી હશે તેમજ રીટર્ન ફાઇલમાં નહી કરી હોય તેવા સંજોગોમાં મીસ રિપોર્ટિંગ ગણાશે અને વ્યકિતને 200 ટકા પેનલ્ટી લાગશે જોકે મીસ રિપોર્ટિંગ માટે અન્ડર રિપોર્ટિંગ હોવું જરૂરી છે.

ઇમ્યુનિટીએટલે શુંω | ઇમ્યુનિટીએટલે પેનલ્ટી માફીની જોગવાઇ. અન્ડર રિપોર્ટિંગમાં જે વ્યકિતને પેનલ્ટી લાગે તે વ્યકિત ઇમ્યુનિટી માટે અરજી કરી શકે છે. ડીમાન્ડ નોટીસ મળ્યાની તારીખના પછીના મહીનાની છેલ્લી તારીખ સુધી અરજી કરી શકે. ઇમ્યુનિટી સેક્શન 270એએમાં સામેલ છે.

IDSનોપાર્ટ-2 ટુંક સમયમાં આવશે| પહેલીજુને સરકાર દ્વારા IDS જાહેર કરી હતી. જેનો બીજો ભાગ આગામી દિવસોમાં આવે તેવી શક્યતા છે. જેમાં 30 ટકા ટેક્ષ અને 30 પેનલ્ટી મળી 60 ટકા ટેક્સ-પેનલ્ટી લાગશે.

અન્ય સમાચારો પણ છે...