• Gujarati News
  • સુરત જતી ST બસ પર વૃક્ષ પડ્યું 10નો બચાવ

સુરત જતી ST બસ પર વૃક્ષ પડ્યું 10નો બચાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરાથીનવસારી થઈ સુરત જતી એસ.ટી. બસ ઉપર રાજ્ય ધોરીમાર્ગ ઉપર અડદા ગામની હદમાં વૃક્ષ ધરાશાયી થતા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ પણ મુસાફરને ઈજા થઈ હતી.

બીલીમોરા એસ.ટી. ડેપોથી વાયા નવસારી થઈને સુરત જતી મિની બસ અડદા ગામની હદમાંથી પસાર થઈ રહી હતી. દરમિયાન બપોરે 12.30 કલાકની આસપાસ અડદા ગામ નજીક અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. ઘટનાથી બસમાં બેઠેલા 10 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.