• Gujarati News
  • DDIના સર્વેમાં એક બિલ્ડર જૂથના 8 કરોડના શેરબજારનાં રોકાણો મળ્યાં

DDIના સર્વેમાં એક બિલ્ડર જૂથના 8 કરોડના શેરબજારનાં રોકાણો મળ્યાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્કમટેક્સનીડીડીઆઇ વિંગના અધિકારીઓએ શહેરના જાણીતા ત્રણ બિલ્ડર જૂથને ત્યાં સર્વેની કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. ત્રણેયની ઘોડદોડ રોડ, અડાજણ અને અલથાણ ખાતે આવેલી સાઇટ પર હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પ્રાથમિક તપાસમાં એક બિલ્ડર જૂથમાંથી રૂપિયા 8 કરોડના શેરબજારના રોકાણોની વિગતો હાથ લાગી છે. હવે પછી રોકાણોની એસેસમેન્ટની કાર્યવાહી કરાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત આઇટીના ડીડીઆઇ વિંગની અલગ અલગ ટીમોએ શહેરના અલથાણ કેનાલ ખાતે આવેલા વ્હાઇટ વિંગ બિલ્ડર્સના મેસીમો પ્રોજેક્ટના બિલ્ડર જીજ્ઞેશ અમીન અને તેમના ભાગીદારોને ત્યાં સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં જીજ્ઞેશ અમીનના નિવાસસ્થાન આશીર્વાદ બંગલોઝ ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત શહેરના ઘોડદોડ રોડ પર અને અડાજણમાં અલગ અલગ સ્થળે પ્રોજેક્ટ મુકનારા કુબેરજી બિલ્ડર્સ અને ફ્લેમિંગો બિલ્ડર્સને ત્યાં પણ ગુરુવારના રોજથી સર્વેની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શુક્રવારે મોડી સાંજ સુધી એક બિલ્ડર જૂથને ત્યાંથી શેરબજારમાં રોકાણ કરવામાં આવેલા રૂપિયા 8 કરોડની વિગતો હાથ લાગી છે. હાલમાં વ્હાઇટ વિંગ બિલ્ડર્સ, કુબેરજી બિલ્ડર્સ અને ફ્લેમિંગો બિલ્ડર્સના ભાગીદારો તેમજ તેમની ઓફિસો પર તપાસનો ધમધમાટ જારી રહ્યો હતો. જે બિલ્ડર જૂથને ત્યાંથી શેરબજારના રોકાણોની વિગતો મળી છે તે અને સિવાયના અન્ય બે નંબરી વ્યવહારો અંગેની વિગતોનું હવે પછી એસેસમેન્ટ કરવામાં આવશે અને તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.