ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઇકઈન ઇન્ડિયા અભિયાન અંતર્ગત બારડોલીની એફઇટીઆર કોલેજમાં ટેક્સટાઇલ એન્જીનીયરીંગ અને જનરલ એન્જીનીયરીંગ ક્લસ્ટર માટે કોમન એન્જીનીયરીંગ ફેસિલિટી સેન્ટર બિલ્ડિંગની શિલાન્યાસ વિધિ કેન્દ્રીય હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઈઝ મંત્રી અનંત ગીતેના હસ્તે કરવામાં આવી હતી.

વર્ષ 2014માં જાહેર થયેલા ‘સ્કીમ ફોર એંહેન્સમેન્ટ ઓફ ગ્લોબલ કોમ્પીટીટીવનેસ ઈન કેપિટલ ગૂડ્સ સેક્ટર’ અંતર્ગત સુરત ખાતે કોમન એંજિનયરિંગ ફેસિલિટી સેન્ટરના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. સાયન્સ, એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી અપલીફમેન્ટ (સેતુ) ફાઉન્ડેશન હેઠળ ટેક્સટાઇલ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન, સુરત એન્જીનીયરીંગ વિકાસ એસોસિયેશન અને સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી (એસવીપીઇએસ)દ્વારા સમગ્ર પ્રોજેક્ટને પ્રમોટ કરવામાં આવ્યો છે. માટે એસવીપીઇએસ તરફથી બારડોલી કેમ્પસ ખાતે 2.56 એકર જમીન ફાળવવામાં આવતા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આકાર લેશે. જેનો લાભ દક્ષિણ ગુજરાતના આશરે 1200થી વધારે સૂક્ષ્મ,નાના અને મધ્યમ ઉદ્યોગોને મળશે. બિલ્ડિંગના શિલાન્યાસ પ્રસંગે એફ ટી આર કોલેજના સભાખંડમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી અનંત ગીતેએ જણાવ્યું હતુંકે દેશના અલગ અલગ વિભાગોમાં સુવિધા ઉભી થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પહેલા મહારાષ્ટ્રના પુના નજીક પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે.

સુરતના બારડોલીમાં પણ કોમન એન્જીનીયરીંગ ફેસિલિટી સેન્ટર ફાળવવામાં આવતા વિસ્તારના ઉદ્યોગને મોટો ફાયદો થશે. તેમણે સિવાય પણ કલકત્તા અને બેંગ્લોરમાં આવી સુવિધા ઉભી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું અને માટે 900 કરોડ રૂપિયાની સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ હોય પ્રોજેક્ટ માટે સુરતને પસંદ કરવામાં આવ્યું છે. તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યોજના માટે સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાન્ટનો સાચો ઉપયોગ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતે દરેક ક્ષેત્રમાં મહારાષ્ટ્ર ને પાછળ પાડી દીધું છે. કોઈપણ રાજ્યનો વિકાસ સમગ્ર રાષ્ટ્રનો વિકાસ છે. રાજ્યના ઉદ્યોગ,ખાણ અને ખનીજ રાજ્ય મંત્રી રોહિત પટેલે જણાવ્યું હતુંકે સેતુ ફાઉન્ડેશન મેરા દેશ બદલ રહા હૈનો એક ભાગ છે. સેતુ ઇન્ડસ્ટ્રીઝ બદલવાનું કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આઝાદીના 70 વર્ષ બાદ પણ ઉદ્યોગોને મુખ્ય સુવિધા પુરી પાડવામાં પાછલી સરકારો નિષ્ફળ રહી હતી. જે ફેસિલિટીઝ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ શક્ય બની છે. નરેન્દ્ર મોદી જાણે છે કે વિકાસ માટે શું જરૂરી છે. તેઓએ તમામ ફેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસની નવી દિશા કંડારી છે. પ્રસંગે હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી એન.શિવાનંદે પણ સેતુ ફાઉન્ડેશન અને સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટીની અભિનંદન પાઠવ્યા હતા. સેતુના ચેરમેન હેતલ મહેતા અને ડાયરેક્ટર રજનીકાંત બચકાનીવાળાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. અંતે આભારવિધિ એફ ટી આર કોલેજના પ્રિન્સિપાલ લતેશ ચૌધરીએ કરી હતી.

બારડોલીના તાજપોર ખાતે CEFCના બિલ્ડિંગનો શિલાન્યાસ

તાજપોર કોલેજમાં કાર્યક્રમ અનેક મહાનુંભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...