તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતના ડૉક્ટર રૂપિયા 300 કરોડનું કમિશન લેવા અ’વાદ આવ્યા હતા

સુરતના ડૉક્ટર રૂપિયા 300 કરોડનું કમિશન લેવા અ’વાદ આવ્યા હતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાંજ્યારથી 500 અને 1000 ના દરોની નોટો રદ થવાની સરકારે જાહેરાત કરી છે. જેમની પાસે કાળાનાણા લાખો કરોડોમાં છે તેવા લોકો હવે કાળા નાણાંને વ્હાઈટ કરવા માટે નવા નવા પ્લાનો ઘડી રહયા છે. આવી દિલ્હીની કેટલીક કોર્પોરેટ કંપનીઓ હવે સીએસઆરના બે ટકાની નફાની મોટી રકમ સમાજના દાન પેટે બતાવીને કરોડોની રકમ વ્હાઈટ કરવા પ્લાન બનાવી રહ્યા હોવાની ચોકાવનારી હકીકતો બહાર આવી છે. જેમાં સુરતના એક ડોકટરનું અમદાવાદમાં અપહરણ થયું હતું. રવિવારે દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં ડોકટરે સીએસઆરની બાબતે કેટલીક ચોકાવનારી હકીકતો જણાવી હતી.

ડો.દીલીપ તડવીએ જણાવ્યું કે અમે સુરતથી ચાર થી પાંચ મિત્રો અમદાવાદ ગયા હતા. દિલ્હીથી આવેલા અવિનાશ સાથે અમે પાંચ મિત્રો અમદાવાદમાં બિલ્ડરની ઓફિસમાં બેઠા હતા.

ઓફિસમાં ટ્રસ્ટને ડોનેશન બાબતેની ચર્ચાઓ ચાલી રહી હતી. તે સમયે અચાનક મારા ચારેય મિત્રો અને અવિનાશ અગ્રવાલને જવા દીધા અને મને માત્ર ઓફિસમાં બેસાડી રાખ્યો.ઓફિસમાં ઈલેક્ટ્રિક ડોર પણ પાસવર્ડથી લોક કરી દીધો હતો અને મારો મોબાઈલ લઈ લીધો હતો. લગભગ મને સાંજે 4.30 થી ગોંધી રાખીને છેક રાત્રીના 12.30 વાગ્યે ગાડીમાં બેસાડીને વાસણા રોડ પર છોડી દીધો હતો. શરૂઆતમાં મારી પાસેથી 50 લાખની માંગણી કરવામાં આવી બાદમાં 5 લાખની માંગણી કરવામાં આવી હતી. અપહરણકર્તા ચાર થી પાંચ જણા હોવાની વાત તબીબએ જણાવી છે. મોટી કપનીઓ સીએસઆર ફંડમાં ટ્રસ્ટ ડોનેશન કરતા હોવાની વાત પણ તબીબે જણાવી હતી. આવી દિલ્હીની કોર્પોરેટ કંપનીએ તેની મોટી રકમમાંથી 2 ટકા સીએસઆર(કોર્પોરેટ સોસીયલ રીસપોશબીલ્ટી)ની ફંડ ટ્રસ્ટ ડોનેશન કરવાના હતા. મોટી કંપની પાસે સીએસઆર ફંડમાં મોટી રકમ હોય છે.જેથી તેઓ ટ્રસ્ટમાં ડોનેશન કરતા હોય છે. આવી દિલ્હીની કંપનીના સીએસઆર ફંડની મોટી રકમ વ્હાઈટ કરવામાં તબીબનું અપહરણ કર્યું હતું. લાખો કરોડોના કાળાનાણા વ્હાઈટ કરવા માટે કેટલીક કોર્પોરેટર કંપનીઓમાં પોતાની નફાની 2 ટકાની સીએસઆરની મોટી રકમ ટ્રસ્ટને દાન કરીને તેને વ્હાઈટ કરવાનો પ્લાન ઘડી રહી હોવાની વાતો સામે આવી રહી છે. ત્યારે અમદાવાદના પોલીસના ઉચ્ચ અધિકારીઓ અપહરણના મામલામાં આયકર વિભાગ સાથે તપાસ મળીને તપાસ કરે તો કેટલીક દિલ્હીની કોર્પોરેટર કંપનીના કરોડોના કૈાભાંડો બહાર આવી શકે તેમ છે.

દિલ્હીની કોર્પોરેટ કંપનીએ સીએસઆરના બે ટકા નફાની મોટી રકમ ટ્રસ્ટને દાન કરી વ્હાઇટ કરવાનો પ્લાન બનાવી રહ્યાનો ઘટસ્ફોટ

અન્ય સમાચારો પણ છે...