તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતના 10 નબીરા દમણથી દારૂ લાવતાં ઝડપાઇ ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલસરચેકપોસ્ટ ગત રાત્રીના પોલીસે ચેકિંગ દરમિયાન સુરતના નબીરા દમણની સહેલ કરી કારમાં નાની મોટી બાટલી લઈ જતાં ઝડપાઇ ગયા હતા પોલીસે પાંચ કાર અને કારમાં સવાર10 ઇસમો ની ધરપકડ કરી જેલ સળિયા પાછળ ધકેલી દેતા નબીરાઓને દમણની સહેલ મોઘી પડી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર કલસર ચેકપોસ્ટ પર સીસીટીવી કેમરા લાગ્યા બાદ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દમણ થી આવતા દરેક વાહનોની ચેકિંગ કરી રહી છે ગત રાત્રીના ચેકપોસ્ટ પર થી પસાર થતી ઓલ્ટો કાર નંબર જી જે 5 સીએમ 735. મારૂતિ ઝેન કાર નંબર જી જે 7 એચ 7724, ડસ્ટર કાર નંબર જી જે 5 જેએમ 5296 , બલેનો કાર નંબર જી જે 5 જેઆર 1739 અને આઈ ટેન કાર નંબર જી જે 5 જેએન 4457 ને એમ એક પછી એક પાંચ અટકાવી પોલીસે તલાસી લીધી હતી પોલીસ ને પાંચેય કાર માથી નાની મોટી દારૂ ની બોટલો મળી આવતા કાર માં સવાર આશિષ છના પટેલ રહે સુરત. મનીષ બલવંત પટેલ રહે નવાપૂર સુરત, નરેશ બીપીનચંદ્ર રાણા રહે સુરત ઇન્દ્રપૂર, સરજ દિપક પટેલરહે સુરત, રાહુલ મુકેશ પટેલ રહે સુરત, અંકિત જગદીશ ગજ્જર રહે સુરત તાડવાડી, જેનીશ રામચંદ સરૈયા રહે ભાગલ સુરત, કૃણાલ બંકિમ કેરીવાલ રહે સુરત અડાજણ, અલી અજગર યુસુફ મનીયાર રહે રુદનપૂરા વોરવાડ સુરત અને યુસુફ અબાઝ ઉકાણી રહે ઝાંપા બજાર સુરત ને દારૂ લઈ જતા ઝડપી પાડ્યા છે કારમાં સવાર સુરત ના દશ જેટલા નબીરાઓ દમણની સહેલગાહે આવ્યા હતા તેવો સહેલ કરી પરત ફરતા નાની મોટી બાટલી લઈ જતાં પોલીસ ને હાથે ઝડપાતા પોલીસ લોકઅપ ની હવા ખાવાની નોબત ઉભી થઈ હતી.

પોલીસે કલસર ચેકપોસ્ટથી નબીરાની ધરપકડ કરી, દારૂની સાથે 5 કાર કબજે

અન્ય સમાચારો પણ છે...