તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પરિણીતાના આપઘાત કેસમાં સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો

પરિણીતાના આપઘાત કેસમાં સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેજનાભૂખ્યા સાસરીયાઓએ પરીણીતા પાસે નવું મકાન લેવા માટે 5 લાખની રકમ માંગી તેણીના માનસિક ત્રાસ આપતા કંટાળીને પિયરમાં જઇ ફાંસો ખાધો હતું. જહાંગીરપુરા ગોકુલધામ સોસા.માં રહેતી પરીણીતા હેતલબેન વરનામીને લગ્નના એકાદ અઠવાડિયામાં પતિ અને સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પરીણીતાને તેના પતિ અવાર નવાર ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. સાસરીયાઓએ પરીણીતાને નવુ મકાન ખરીદવા પિયરમાંથી 5 લાખ લાવવા દબાણ કરી ત્રાસ આપતા કંટાળીને તેણી તેના પિયરમાં આવીને શનિવારે પતિ અને સાસરીયાઓના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેને લઈને તેણીના પિતાએ ડીંડોલી પોલીસમાં અંગેની ફરિયાદ આપતાં પોલીસે પતિ કેતન સતીશ વરનામે, સસરા-સતીશ વરનામી અને સાસુ કમલાબેન સતીશ વરનામી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...