તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલાકારોએ કહ્યું ‘કવિતા કે નામ, મેરા સલામ’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કવિતા ફેસ્ટના ‘કવિતા કે નામ..મેરા સલામ..’ સેશનમાં સાહિત્ય અને નાટ્ય ક્ષેત્રનાં જાણીતા ચહેરા સરીતા જોશી, હરિશ ભિમાણી, દર્શન જરીવાલા, રોહિણી હટ્ટંગડી અને દિલીપ રાવલ સુરતીઓ સાથે રૂબરૂ થયાં. સેશનમાં કલાકારોએ એમની આગવી અદામાં શ્રોતાઓને મનભરીને જલસો કરાવ્યો હતો

વર્ષોના જામેલા થર ઊડી જાય છે એક ફૂંકે

ગાઢું જંગલ ઘેરી વળે છે દિવાલોને

રાતી ઈંટને ઢાંકે છે લીલ

એને ફાડીને ઊગી નીકળ્યા છે પિપળા

અર્ધો તૂટેલો ઝરૂખોે જેમાં હજી બેઠી છે નિષ્પલક પ્રતિક્ષા

} દર્શન જરીવાલા

જીવન કી આપાધાપી મેં કબ વક્ત મિલા

કુછ દેર કહીં પર બેઠે કભી યહ સોચ સકું

જો કિયા, કહા, માના ઉસમેં ક્યા બુરા ભલા

જીસ દિન મેરી ચેતના જાગી મેંને દેખા

મેં ખડા હુઆ હું ઇસ દુનિયા કે મેલે મે

} હરિશ ભિમાણી

બુઢા પીપલ ધાટ કા, બતિયાયે દિન-રાત

જો ભી ગુજરે પાસ સે, સર પે રખ દે હાથ

પંછી, માનવ, ફૂલ, જલ,

અલગ અલગ આકાર

માટી કા ઘર એક હી, સારે રિશ્તેદાર

મેં ભી તુ ભી યાત્રી, આતી-જાતી રેલ

અપને-અપને ગાંવ તક,

સબ કા સબ સે મેલ

} દિલીપ રાવલ

} રોહિણી હટ્ટંગડી

લાલરંગનાં વસ્ત્રોમાં સજાવવામાં આવેલી..

અજાણ્યા હાથમાં જઇ પડવાનું

મારું ભાગ્ય કંઇ નવું તો હોતું.

માત્ર દસ હજારનો તો સવાલ હતો

ને ખૂબસૂરત સોદાને

લોકોએ આલ્બમમાં મઢી લીધેલો.

પહેલા તો લોકો

રોજ રોજ આલ્બમ ખોલીને જોતા રહ્યાં

સિક્કા ખટાખટ ખખડાવતા રહ્યા

ને પછી એક દિવસ..

ડરવાની જરૂર નથી : મડદાં કદી બોલતા સાંભળ્યાં છેω

} સરીતા જોશી

અંધારુંપીળું આકાશ નહીં બાલમા

અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ

અંધારું બાવળનું ફૂલ નહીં બાલમા

અંધારુ સુવાળી શમણાંની શૂલ

અંધારું આંખોમાં આંજ્યું અંજાય

એને ઘૂમટામાં સાંત્યું સંતાય મારા બાલમા

અંધારું પીળું આકાશ નહીં બાલમા

અંધારું લોલ લાલ સુંવાળું ફૂલ

અંધારું ચમકે જે આંખ મહીં મધરાતે

અંધારું મલકે જે હોઠ મહીં મધરાતે

અંધારું કાળું ગુલાબ મારા બાલમા

અન્ય સમાચારો પણ છે...