તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેવન્યુ રિપોર્ટર . સુરત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેવન્યુ રિપોર્ટર . સુરત

આસારામ-નારાયણનીમિલકતો અને હાઇપ્રોફાઇલ સાધકોને ત્યાંથી જપ્ત કરાયેલાં ડોક્યુમેન્ટની તપાસ કરી રહેલા આવકવેરા વિભાગે હવે તપાસની દિશા શેર સર્ટિફિકેટ તરફ વાળી હતી. જો કે, તપાસના પહેલાં તબક્કામાં અધિકારીઓ ચોંકી ગયા છે, જેમાં પોલીસની અધકચરી તપાસ કારણભૂત છે. પોલીસ તપાસમાં અગાઉ એમ બહાર આવ્યું હતું કે બાપ-દીકરા પાસે જે કરોડોના શેર સર્ટિફિકેટ છે તે પૈકી 1 સર્ટિફિકેટ 1 ડોલરનું છે. જો કે, આઇટી તપાસમાં બહાર આવ્યું કે સર્ટિફિકેટ 1 ડોલરના નહીં પરંતુ 0.001 ડોલરની કિંમતના છે.

આસારામ અને નારાયણના કેસમાં આઇટી અધિકારીઓની એન્ટ્રી પોલીસ તપાસ બાદ થઈ હતી. અગાઉ જ્યારે દુષ્કર્મની ફરિયાદ જહાંગીરપુરા પોલીસ મથકમાં નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે આરોપી નારાયણને પકડવા માટે અમદાવાદ સ્થિત ફ્લેટ પર દરોડા પાડયા હતા જ્યાંથી 42 પોટલાં કબજે લેવાયાં હતાં. પોટલાં કોર્ટ પ્રોસેસ બાદ આવકવેરા વિભાગના કબજામાં આવ્યાં હતાં, જેમાંથી શેર સર્ટિફિકેટ પણ મળી આવ્યા હતા, જે અમેરિકા બેઝ હતા. અગાઉ પોલીસ તરફથી આઇટી અધિકારીઓને જે માહિતી અપાઈ હતી તે મુજબ 1 સર્ટિફિકેટ 1 ડોલરનું હતું. આથી મોટી માત્રાના શેરોની કિંમત ભારતીય ચલણ મુજબ કરોડોમાં થતી હતી. માહિતીના આધારે આઇટી અધિકારીઓ ગેલમાં આ‌વી ગયા હતા અને શેર સર્ટિફિકેટની તપાસ શરૂ કરી હતી. જોકે, અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે કે સર્ટિફિકેટ માત્ર 0.001 ડોલરના છે. અંગે આઇટી સૂત્રોએ જણાવ્યું કે સર્ટિફિકેટ ભલે ઓછી કિંમતના છે પરંતુ સર્ટિફિકેટ કેવી રીતે આવ્યાં, આવકના સ્રોત શું છે. કોઇએ ગિફ્ટ આપ્યા છે વગેરેની તપાસ કરવી જરૂરી છે. વિદેશી રોકાણો અંગે આઇટીએ ઇડીને પણ જાણ કરી છે.

તપાસના લોચા | પોલીસ તપાસ બાદ IT અધિકારીઓ કૂદ્યા હતા, સર્ટિફિકેટ 1 ડોલરના નહીં, પરંતુ 0.001 ડોલરના છે!

આસારામ અને નારાયણના અમેરિકાના શેરો જોઈ IT ચોંકી

વિદેશી રોકાણમાં 30 ટકા ટેક્સ ભરવાપાત્ર હોય છે

સી.એ.ડેનિશ ચોકસી કહે છે કે સામાન્ય રીતે જ્યારે વિદેશના રોકાણ જેમાં શેર સર્ટિફિકેટનો પણ સમાવેશ થાય છે. તેવા કેસમાં રોકાણો ચોપડે બતાવવા પડે છે. જો હોય તો 30 ટકા ટેક્સ ભરવો પડે છે. ગત વર્ષના બજેટમાં પણ કેટલાંક ફેરફાર થયા છે જે મુજબ બેનંબરી ફોરેનની મિલકત પકડાઈ તો વિદેશી રોકાણના છેલ્લાં 15 વર્ષના હિસાબો ખુલે છે, દેશના સાત વર્ષના હિસાબો ખુલે છે. જંગી પેનલ્ટીનું પણ પ્રાવધાન છે.

આઇટીએ 42 પોટલાં બાદ દેશભરમાં પથરાયેલા આસારામ-નારાયણના હાઇપ્રોફાઇલ સાધકોને ત્યાં તપાસ શરૂ કરી હતી, જેમાં જપ્ત કરાયેલાં ડોક્યુમેન્ટની પણ તપાસ શરૂ થઈ હતી. બંને તપાસ હવે અંતિમ તબક્કામાં છે. હવે કેસની તમામ વિગતો અમદાવાદ સ્થિત સર્કલને પરત કરાશે.

}પોલીસ રિપોર્ટ પર શંકા

અગાઉપોલીસ રિપોર્ટમાં આસારામ-નારાયણની સંપત્તિ રૂપિયા 10,000 કરોડની હોવાનો રિપોર્ટ રજૂ કરાયો હતો, પરંતુ તેમાંથી 50 ટકા સંપત્તિ તો 6 વર્ષથી જૂની હોવાથી તે આઇટી અધિકારીઓ માટે કોઈ કામની હતી. કેમકે આઇટી એક્ટ મુજબ કરદાતાની વર્ષ સુધીના ડોક્યુમેન્ટ ચકાસી શકાય છે. કેસમાં 50 ટકા ડોક્યુમેન્ટ 6 વર્ષ અગાઉના હતા. હવે વખતે શેર સર્ટિફિકેટની કિંમત બાબતે લોચો માર્યો છે.જો કે, અધિકારીઓએ બંને કેસમાં તપાસ ચાલુ રાખી છે.

42 પોટલાની તપાસ | બંને તપાસ પૂર્ણતાના આરે

અન્ય સમાચારો પણ છે...