તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરાળા અને લાઠીમાંથી દારૂની ત્રણ બોટલ ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર અને મોટર સાયકલમાં દારૂની હેરફેર કરતા હતા

ક્રાઇમ રીપોર્ટર. અમરેલી

અમરેલીજિલ્લામા જુદાજુદા બે સ્થળો પર ઇંગ્લીશ દારૂ ઝડપાવાની ઘટના બની હતી. જેમા ખાંભા તાલુકાના બોરાળા ગામે રહેતા બે શખ્સો મોટર સાયકલ પર ઇંગ્લીશ દારૂની બોટલ લઇ જઇ રહ્યા હતા. પોલીસે બંનેને પકડી પાડી તેની પાસેથી કુલ રૂા. 25500નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે અન્ય એક ઘટનામા ગારીયાધાર તાલુકાના માંડવી ગામે રહેતો શખ્સ પોતાની કારમા ઇંગ્લીશ દારૂની બોટલો લઇ જઇ રહ્યો હતો. પોલીસે તેની કારનુ ચેકીંગ કરતા બોટલો મળી આવી હતી. પોલીસે તેની પાસેથી કુલ રૂા. 1.50 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

ઇંગ્લીશ દારૂ ઝડપાવાની ઘટના ખાંભા તાલુકાના બોરાળા ગામે બની હતી. અહી રહેતા રમેશ કાળુભાઇ રાઠોડ અને ગીગા ભીખાભાઇ ભમર પોતાના મોટર સાયકલ નંબર જીજે 14 ક્યુ 2065 પર ઇંગ્લીશ દારૂની એક બોટલ લઇ જઇ રહ્યો હતો. પોલીસે બાતમીના આધારે શખ્સોનુ ચેકીંગ કરતા બોટલો મળી આવી હતી. ખાંભા પોલીસે બંને શખ્સો પર ફરીયાદ નોંધી મોટર સાયકલ તથા ઇંગ્લીશ દારૂની બોટલ મળી કુલ રૂા. 25500નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે અન્ય એક ઘટનામા ગારીયાધાર તાલુકા માંડવી ગામે રહેતાના વિપુલ ધિરૂભાઇ ચુડાસમા અને મુળ સાંઢખાખરાના અને હાલ સુરતમા રહેતા અશ્વિન ગોપાલભાઇ ધામેલીયા પોતાની કાર નંબર જીજે 1 એચજી 112મા ઇંગ્લીશ દારૂની બે બોટલો લઇ લાઠીના રાભડા રોડ પર જઇ રહ્યા હતા. પોલીસે પેટ્રોલીંગ દરમિયાન કારનુ ચેકીંગ કરતા બોટલો મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...