• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |બરોડા પ્રીસ્ટેજમાં એક કારખાનાના ધાબા પર જુગાર રમતા 10

સુરત |બરોડા પ્રીસ્ટેજમાં એક કારખાનાના ધાબા પર જુગાર રમતા 10

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |બરોડા પ્રીસ્ટેજમાં એક કારખાનાના ધાબા પર જુગાર રમતા 10 રત્નકલાકારોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી રૂ.29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કાપોદ્રા પોલીસને બરોડા પ્રિસ્ટેજ પાસે મોહનનગરમાં એક કારખાનાના ધાબા પર જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે કાપોદ્રા પોલીસે છાપો મારી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની ધરપકડ કરી તેમની પાસેથી જુગારના રૂ.29,205નો મુદ્દામાલ કબ્જે કરી તેઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કાપોદ્રામાં જુગાર રમતા 10 રત્નકલાકાર ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...