• Gujarati News
  • કતારગામમાં બિલ્ડીંગનો ચોથો માળ તોડી પડાયો

કતારગામમાં બિલ્ડીંગનો ચોથો માળ તોડી પડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

કતારગામનીએક બિલ્ડિંગમાં ગેરકાયદે તાણી દેવાયેલો ચોથો માળ પાલિકાએ તોડી પાડ્યો હતો.

કતારગામ દરવાજા પાસે આવેલી એક બિલ્ડીંગનો ત્રણ માળનો પ્લાન પાસ કરાવ્યો હોવા છતાં ચોથો માળ બનાવી દીધો હોવાથી કતારગામ ઝોને માળ તોડી પાડયો છે. પરંતુ કતારગામ ઝોન દ્વારા કરવામાં આવેલી કામગીરીને કારણે વિવાદ ઉભો થયો છે કારણ કે ગેરકાયદે બનાવેલો ચોથા માળનો સ્લેબ તો તોડી પાડવામાં આવ્યો પરંતુ સ્લેબ લેતી વખતે ગોઠવવામાં આવેલા સળીયા કાપવાની કામગીરી કરવામાં આવી નહીં હોવાના કારણે આગામી થોડા સમયમાં ફરી પાછુ બાંધકામ થઇ જવાની ચર્ચાએ જોર પકડયુ છે. કારણ કે અગાઉ પણ કતારગામ ઝોને જે પણ બિુલ્ડીંગમાં ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરી તે પૈકી મોટાભાગની બિલ્ડીંગમાં સળીયા કાપવાની કામગીરી કરી નહીં હોવાના કારણે ફરી થોડા સમયમાં ગેરકાયદે બાંધકામ થઇ ગયા હોવાની ચર્ચાઓ પણ શરૂ થઇ છે.