• Gujarati News
  • 500 બાળકો પાંચ દિવસમાં 10 લાખ માટીના શિવલિંગ બનાવશે

500 બાળકો પાંચ દિવસમાં 10 લાખ માટીના શિવલિંગ બનાવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમ્યાન કુલ સવા કરોડ પાર્થિવ શિવલિંગ બનાવવાના સંકલ્પ અંતર્ગત સચિનના પાલિગામ ખાતે આજથી ચાર સ્કૂલના 500થી વધુ બાળકો અંગૂઠાની સાઇઝના પાર્થિવ શિવલિંગ બનાવશે. પૂજ્ય ગુરૂમાના સાંનિધ્યમાં પાંચ દિવસીય કાર્યક્રમમાં બાળકો પહેલી ઓગસ્ટ સુધીમાં 10 લાખ શિવલિંગ બનાવશે.

વર્તમાનમાં પ્રાકૃતિક ફેરફાર બાબતે વૈદિક ઉપચાર કાર્ય દ્વારા પ્રકૃતિનું જતન અને સમતોલન જાળવી રાખવા માટે સુરતના એક ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમ્યાન કુલ સવા કરોડ શિવલિંગ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જગતજનની જગદંબા મંદિર, મહાદેવ મંદિર, પાલિગામ, સચિન ખાતે પૂજ્ય ગુરૂમાની આજ્ઞાથી તા.28 જુલાઈથી 1 ઓગસ્ટ દરમ્યાન ચારથી વધુ સ્કૂલનાં બાળકો અંગૂઠાની સાઇઝના માટીના 10 લાખ પાર્થિવ શિવલિંગ બનાવશે. 31 જુલાઇએ ગુરુપૂર્ણિમાના દિવસે પૂજ્ય ગુરૂમાના સાંનિધ્યમાં શિવલિંગનું શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કર્યા બાદ વિસર્જન કરાશે.