• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ઇલેકટ્રોનિક્સના વેપારીઓ મહેશ પારખિયા અને અશોક સીસાગિયા વચ્ચે ધંધાની

સુરત |ઇલેકટ્રોનિક્સના વેપારીઓ મહેશ પારખિયા અને અશોક સીસાગિયા વચ્ચે ધંધાની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ઇલેકટ્રોનિક્સના વેપારીઓ મહેશ પારખિયા અને અશોક સીસાગિયા વચ્ચે ધંધાની પતાવટ માટે અપાયેલી રકમનો ચેક બાઉન્સ થતાં જૂનાગઢના આરોપી વેપારી અશોક સીસાગિયાને કોર્ટે 1 વર્ષની સાદી કેદ, ચેકની રકમના રૂ 50000 અને રૂ 3000નો દંડનો હુકમ કર્યો હતો. વર્ષ 2006માં બંને ધંધો આટોપી લીધો હતો, જેમાં રૂ 50000 ફરિયાદી મહેશને ચૂકવવાના હતા. બાબતે અશોક સીસાગિયાએ આપેલો ચેક બાઉન્સ થતાં કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં ફરિયાદી તરફે ધર્મેશ ગાંધીએ દલીલ કરતાં કોર્ટે એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

ચેક બાઉન્સ કેસમાં જૂનાગઢના વેપારીને એક વર્ષની કેદ

અન્ય સમાચારો પણ છે...