તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં સ્નેક બાઇટના કેસ 35 ટકા ઘટ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સ્નેક બાઇટના કિસ્સા બનતા હોવાનું મનાય છે પરંતુ 108 એમ્બ્યુલન્સની ઇમરજન્સી સેવાને સમગ્ર વર્ષ દરમિયાન સ્નેક બાઇટના મળતા કોલની સંખ્યા જોતા હવે સમગ્ર વર્ષ દરમિયાન સ્નેક બાઇટના કેસો બની રહ્યાં હોવાનું માનવાને કારણ છે. જો કે, છેલ્લા વર્ષની આંકડાકીય વિગતો ધ્યાનમાં લેતા સમગ્ર રાજ્યમાં સ્નેક બાઇટના કેસોની સંખ્યામાં 35 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

સ્નેક બાઇટના કેસો ભલે સમગ્ર વર્ષ દરમિયાન જોવા મળતા હોય પરંતુ ચોમાસામાં ખાસકરીને ઓગષ્ટ મહિનામાં સૌથી વધારે કેસો બને છે.છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં સરેરાશ વાર્ષિક 700 કેસો સ્નેક બાઇટના ઓગષ્ટ મહિનામાં નોંધાયા છે.

બાઇટના બનાવોમાં સામાન્ય રીતે લોકો સૌથી પહેલા 108 ઇમર્જન્સી સેવા- એમ્બ્યુલન્સને કોલ કરતા હોય છે જેથી તેમને તાત્કાલિક સારવાર મળી રહે.108 પાસે એન્ટી સ્નેક વેનમ વેક્સિન હોવાથી દર્દીને પ્રાથમિક સારવાર આપીને નજીકની હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવતો હોય છે.

વર્ષ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ રાજ્યમાં

2011 107304 368 169 4802

201291289 369 99 4308

201381280 284 94 3950

201457268 192 71 3733

20152988 36 21 1224

ચાર મહાનગરોમાં કેસોની સંખ્યા

સમગ્ર ગુજરાતનીવાત કરીએ તો રાજ્યમાં સ્નેક બાઇટના સૌથી વધારે કેસો પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે.છેલ્લા પાંચ વર્ષમાં પંચમહાલ જિલ્લામાં કુલ 1134 સ્નેક બાઇટના કેસો નોંધાયા છે. સ્નેક બાઇટના સૌથી ઓછા કેસો ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં નોંધાયા છે.પાટણ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન માત્ર 130 કેસો નોંધાયા છે.

સૌથી વધુ કેસ પંચમહાલમાં ને ઓછા પાટણમાં

^ખાસ કરીને ચોમાસામાં વધારે જોવા મળતા સ્નેક બાઇટના કેસમાં તાત્કાલિક 108 ને બોલાવવાનો આગ્રહ રાખવો જોઇએ. કારણકે 108માં એન્ટી સ્નેક વેનમ છે. જે વ્યક્તિને સર્પેદંશ દીધો હોય તેના દંશવાળા ભાગને હૃદયથી નીચે રાખવો જોઇએ. ઉપરાંત દોરી, પ્લાસ્ટિકની દોરી કે અન્ય નાડીથી કસીને બાંધવું નહીં, જેથી લોહીનું ભ્રમણ બંધ થઇ જાય. > કાર્તિકમહેતા, કો-ઓર્ડિનેટર,108 ઇમર્જન્સી

ઘાને હ્રદયથી નીચે રાખી 108ને કોલ કરો
અન્ય સમાચારો પણ છે...