પાંડેસરામાં નાણાંની લેવડદેવડમાં હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નવાગામડિંડોલી પ્રિયંકા સોસાયટી ખાતે રહેતા મોતીલાલ સપકાળે પાંડેસરા આવિર્ભાવ સોસાયટી ખાતે રહેતા બબલુ ઉર્ફે પ્રશાંત હિરાલાલ સોનવણે પાસેથી પાંચ હજાર રૂપીયા ઉછીના લીધા હતા. બબલુએ તે રૂપીયાની હાલ ઉઘરાણી કરતા મોતીલાલે તેની પાસે રૂપીયા હોવાનુ જણાવી થોડો સમય બાદ આપવાનુ જણાવ્યુ હતુ. જેથી બબલુ ઉશ્કેરાઈ ગાળાગાળી કરવા માંડ્યો હતો. અને બબલુએ તેને મારમાર્યો હતો અને ડાબા ગાલથી ગળા સુધી બ્લેડ મારી દીધી હતી. પોલીસે ગુનો નોંધી બબલુ સોનવણેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...