તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેરી યાદોં કા શહર.!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેરી યાદોં કા શહર.!

{ સંજય ચોક્સી

ઇતિહાસકાર

જીવણજીએ સુરતને હાડકાનાં દર્દથી છુટકારો અપાવ્યો હતો

જે ભલે નકલી હાડપિંજરનાં અભ્યાસ દ્વારા હાડવૈદની કલા લુપ્ત થઇ હોય પણ સુરતમાં હાડવૈદની કલા શીખનાર રાંદેરનાં જીવણજી અને ભીમજીની રસપ્રદ વાત આપણે જાણીએ. દોઢ સદી પહેલા બંને પારસીઓએ પોતાની હસ્તગત કલા દ્વારા સમાજમાં મહેક પ્રસરાવી છે. રાંદેરમાં સોરાબજીને ત્યાં જીવણજીનો જન્મ થયો. રાંદેર બંદર હોવાને કારણે વેપાર સારો હતો એટલે બહારથી આવતા અતિથીઓ માટે સોરાબજીનું ઘર આવકારનું ધામ હતું. જીવણજી 18 વર્ષનાં હતાં ત્યારે એક ફકીર આવ્યા અને જીવણજીની સેવાચાકરીથી પ્રભાવિત થયાં જેથી ફકિરે પોતાની ઝોળીમાંથી નકલી હાડપિંજર કાઢીને હાડકાનું આખું શાસ્ત્ર શિખવ્યું અને કહ્યું કે કળામાંથી નાણાં મેળવવાનો મોહ રાખવો નહીં, ત્યારથી જીવણજીએ હાડવૈદનું કાર્ય શરૂ કર્યું અને જોતજોતામાં અનેક લોકોને હાડકાનાં રોગથી છુટકારો અપાવ્યો હતો. ભીમજીએ હાડવિદ્યા અપનાવી અને રાંદેરથી શરૂઆત કરી અને ઇ.સ 1846માં ભીમજીએ મુંબઇ જઇ વસવાટ કર્યો. મુંબઇમાં કામનું ભારણ વધવાથી એમણે પોતાની બહેનને સાથે રાખ્યા અને તેના બે દિકરાઓ બરજોરજી અને કાવસજીને પણ હાદવૈદની વિદ્યા શિખવી. મુંબઇનાં ગવર્નરની પણ ભીમજીએ સારવાર કરી. ભીમજીની નિસ્વાર્થ સેવાની કદર કરી 1867માં એમનું જાહેર બહુમાન સમારંભ કરી આર્થિક મદદ સ્વરૂપે રકમની થેલી અર્પણ કરવામાં આવી હતી. એક સાથે 21 વર્ષ સેવા કરનાર ભીમજી હાડવૈદ માટે કહેવાય છે કે એકલે હાથે બે લાખ માણસોને તેમની સેવાનો લાભ આપ્યો હતો. આવા સેવાભાવી અને રાંદેરનાં વતની ભીમજી હાડવેદનું અવસાન 1875માંં થયું હતું.

અન્ય સમાચારો પણ છે...