તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે જોગર્સ પ્રિમીયર ક્રિકેટ લીગ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે જોગર્સ પ્રિમીયર ક્રિકેટ લીગ યોજાશે

સિટી રિપોર્ટર @srt_cbસુરતીરનર્સ ગ્રુપ દ્વારા આઈપીએલ લીગની જેમ ફ્રેન્ડલી ક્રિકેટ મેચ ‘જોગર્સ પ્રિમિયર લીગ’ (જેપીએલ)નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિમિયર લીગ આજે સવારે 07.00 થી 10.00 વાગ્યા સુધી આશીર્વાદ ફાર્મ, એરપોટ-ડુમસ રોડ ખાતે યોજાશે. જોગર્સ પ્રિમિયર લીગ અંર્તગત ચાર ટીમ બનાવવામાં આવી છે. જેમાં દરેક ટીમમાં 7 છોકરા અને 4 છોકરીઓ ભાગ લેશે. દરેક ટીમનું એક યુનિક નામ, ડ્રેસ કોડ અને ટીમ સોંગ પણ રાખવામાં આવ્યું છે. જોગર્સ પ્રિમિયર લીગ આઈપીએલ ફોર્મેટ પ્રમાણે હોવાથી પાવર પ્લે, ચેલેન્જ ઓવર જેવા નિયમોથી પ્લેયર લીગની દરેક મેચ રમશે. ઉપરાંત લીગને આઈપીએલ લુક સાથે ફન અને એન્જોયેબલ બનાવવા માટે કોમેન્ટ્રી સિસ્ટમ, મ્યુઝીક સિસ્ટમ, ચીયર લીડર્સ અને પ્રોફેશનલ ફોટોગ્રાફી પણ કરવામાં આવશે. હેલ્થ ફિટનેસ અને સ્પોર્ટસ કલ્ચરને સિટીમાં પ્રમોટ કરી શકાય માટે સુરતી રનર્સ ગ્રુપ દ્વારા જોગર્સ પ્રિમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...