તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા બાદ ફરી બ્લોક થાય તો ક્લેમ રદ ગણાય

હૃદયમાં સ્ટેન્ટ મૂક્યા બાદ ફરી બ્લોક થાય તો ક્લેમ રદ ગણાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાગેટખાતેની એક હાર્ટ હોસ્પિટલ સામે દર્દીએ સ્ટેન્ટ મૂકાયા બાદ ફરી બ્લોકેજ થતાં તબીબી સેવામાં ખામી બાબતની ફરિયાદ દાખલ કરી હતી, જે ગ્રાહક અદાલતે નામંજૂર કરી હતી. બચાવ પક્ષે એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલ કરી હતી.

નવસારી રહેતા બુહારીવાલાને ડાબા પગમાં બ્લડ સરક્યુલેશનનો પ્રોબ્લેમ જણાતાં અઠવાગેટ સ્થિત એક હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને ડાબા પગમાં સ્ટેન્ટ મૂકવામાં આવી હતી. વર્ષ 2011માં ફરિયાદી બુહારીવાલાને ચાલતી વખતે છાતીમાં તકલીફ ઊભી થઈ હતી. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ ફરિયાદીને છાતીમાં દુખાવો મટ્યો હતો. આથી તેમની બીજીવારની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી જ્યાં 50 ટકા બ્લોકેજ બહાર આવ્યું હતું. 7 મહિના બાદ ફરિયાદીએ મુંબઇમાં એક ડોક્ટરને બતાવીને બાયપાસ કરાવ્યું હતું. અહીં એક વાત બહાર આવી હતી કે જ્યારે પહેલીવાર પગમાં સ્ટેન્ટ મૂકવામાં આવી ત્યારે જો ડોક્ટરને આઇડિયા આવી જવો જોઇતો હતો કે હાર્ટમાં પણ બ્લોકેજ હોય શકે છે. આથી તબીબી બેદરકારીનું કારણ આગળ ધરીને રૂપિયા 19.50 લાખના વળતરની માગણી કરાઈ હતી. કેસ કોર્ટમાં પહોંચતાં એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલ કરી હતી કે વાસ્તવમાં 6-7 ટકા કેસમાં પગ અને હાર્ટ એમ બંનેમાં સિગ્નિફિકન્ટ બ્લોકેજ જોવા મળે છે.

સેવામાં ખામીની ફરિયાદ અદાલતે નામંજૂર કરી

અન્ય સમાચારો પણ છે...