તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે નિયમનો

સુરત |ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે નિયમનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે નિયમનો ભંગ કરી બસ ચલાવનાર ડ્રાઇવરોને પકડવા પ્રવાસીઓ માટે વોટ્સએપ નંબર શરૂ કર્યો છે. ચાલુ બસે ડ્રાઇવર મોબાઈલ ઉપર વાતચીત કરતા કે ઉપયોગ કરતા દેખાય તો મુસાફરો ડ્રાઇવરનો વીડિયો કે ફોટો લઈને બસ નંબર, રૂટ અને ડેપોના નામ સાથે વોટ્સએપ નંબર 99989-53100 ઉપર મોકલી આવી ગંભીર અનિયમિતતા નિવારી શકે છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા એક મહિનામાં શહેરમાં બસ અકસ્માતના ઘણા બનાવ બન્યા છે. ખાસ કરીને નવસારી અને સુરત પાસે બનેલા બનાવમાં 50 જેટલા મુસાફરોના મોત પણ થયા છે. તેથી સરકાર દ્વારા આવા બનાવ ઘટાડવા મુસાફરો માટે સેવા શરૂ કરી છે. જેથી બેદરકારીથી બસ ચલાવનાર ડ્રાઇવર વિશે જાણી કાર્યવાહી કરી શકાય.

ST બસ ડ્રાયવરોની વોટ્સએપ પર હવે કરી શકાશે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...