તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નયી રાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુર્જરક્ષત્રિય સમાજના લંબે હનુમાન રોડના એક યુવાન બ્રેનડેડ જાહેર થતાં તેના પરિવારજનોએ અંગોનુ દાન કરતાં ડોનેટ લાઈફ સંસ્થા થકી અંગોને ત્રણ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવી નવજીવન બક્ષ્યું હતું. તો આંખથી બે વ્યક્તિને દ્રષ્ટિ મળી હતી.

લંબે હનુમાન રોડની હસ્તીનાપુર સોસાયટી ખાતે રહેતાં હિરેન જયંતીભાઈ ગોહિલ (23) ગત ગુરુવારના રોજ કડિયાકામ કરતાં પટકાઈ પડતાં માથામાં ગંભીર ઈજા થતાં બેભાન થઈ ગયા હતાં. તેને કેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં બ્રેઈન હેમરેજ હોવાનુ નિદાન થયું હતું. શુક્રવારે બ્રેનડેડ જાહેર કર્યા હતાં. અંગેની જાણ થતાં ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલાએ પહોંચી જઈ પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેથી પરિવારજનો અંગદાનની સંમતિ આપી હતી.

અમદાવાદની આઈકેડીઆરસીના તબીબની ટીમે આવી બે કિડની અને લીવરનુ દાન સ્વીકાર્યું હતું. તો ચક્ષુનુ દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. બંને કિડની પૈકી એક ઉત્તર પ્રદેશ લખનૌના પી.કે.શ્રીવાસ્તવ (50) બીજી કિડની સુરતની તેજલ નવીનભાઈ પરમાર (21)માં તો લીવર અમદાવાદના ગીરીશભાઈ પુંજારા (49)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

શહેરમાં અંગદાન માટે દિનપ્રતિદિન અવેરનેસ આવી રહી છે. જે જરૂરિયાતમંદો માટે આશાનું કિરણ સાબિત કરી રહી છે.

L.H. રોડના યુવકનું કડિયાકામ કરતી વેળા પટકાતાં બ્રેઇન હેમરેજથી મોત બાદ અંગદાન કરાયું

અંગદાન કરનાર વરાછા લંબે હનુમાન રોડના યુવક હિરેન જયંતીભાઇ ગોહિલ.

બ્રેનડેડ યુવકના અંગદાનથી 3ને નવજીવન મળ્યું

અન્ય સમાચારો પણ છે...