તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વેટ વિભાગને વેપારીઓના 120 સવાલોના ઉકેલ લાવવાના ફાંફાં

વેટ વિભાગને વેપારીઓના 120 સવાલોના ઉકેલ લાવવાના ફાંફાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરવર્ષે વેપારીઓની અનેક સમસ્યાઓ હોય છે જેનું નિરાકરણ થતું નથી. સરકાર દ્વારા ટેક્સ ચૂકવવા માટે અચૂક તારીખ આપવામાં આવે છે. ટેક્સ ચૂકવવામાં મોડું થાય તો તેને પેનલ્ટી ભરવાનો વારો આવે છે. પરંતુ જ્યારે વેટ અધિકારીઓ વેપારીઓની મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકતા નથી અને વેપારીઓ અને વકીલોના સવાલોથી ભાગી રહ્યા છે. એટલે છેલ્લા એક વર્ષથી ગ્રિવન્સ સેલની મીટિંગ બોલાવી નથી. એક મીટિંગમાં વેપારીઓ 30 જેટલા સવાલો રજૂ કરતાં હોય છે. અધિકારીઓએ ચાર ગ્રિવન્સ સેલની મીટિંગ બોલાવી હોવાથી વેપારીઓના 120 જેટલા સવાલોનો તો કોઈ નિવેડો આવ્યો નથી. કેટલાક કેસમાં અધિકારીઓ ઉડાવ જવાબ આપતા હોય છે. ક્લાર્ક પણ તોછડાઈભર્યું વર્તન કરતાં હોય છે. એનએસસી મળતા નથી. સી-ફોર્મ, અન્ય ફોર્મ મળતા નથી. બધા પ્રશ્નોના નિરાકરણ માટે મીટિંગ બોલાવવાની માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. ટેક્સ બાર એસોસિએશન દ્વારા ગ્રિવન્સ સેલની બેઠક યોજવા બાબતે વેટ કમિશનરને આવેદન આપ્યું છે અને માંગણી કરી છે કે બેઠક જો બોલાવવી હોય તો પ્રથાને બંધ દો.

^ટેક્સ ભરવામાં જરાય મોડું થાય તો કડક પગલાં લેવામાં આવે છે. પેનલ્ટીનું પ્રાવધાન છે. પરંતુ વાત જ્યારે વેપારીઓના પ્રશ્નોના નિરાકરણની હોય છે ત્યારે કોઇ પણ પ્રકારની બેઠક બોલાવવામાં આવતી નથી.> પ્રશાંતશાહ, પ્રમુખ,વેટ બાર એસો.

વેપારીઓની સમસ્યાને કોઈ સાંભળનાર નથી

પ્રશ્નો ઉકેલતા નથી ને ટેક્સ મોડો ભરો તો પેનલ્ટી વસૂલે

આવેદન | ગ્રિવન્સ સેલની બેઠક બંધ કરવા માંગ

અન્ય સમાચારો પણ છે...