તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NRI મામી સાથે ભાણેજે ~ 25 લાખની ઠગાઈ કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુળ સુરતના અને વર્ષોથી સિંગાપોરમાં રહેતા એનઆરઆઇ વિધવા મહિલા સાથે સુરતમાં રહેતા તેમના સગા ભાણેજે 25 લાખની છેતરપિંડી કરી હતી. મહિલાએ સુરતમાં આવીને મૂડી રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. તે માટે સુરતમાં રહેતા ભાણેજને કહેતા ભાણેજે સગી મામી સાથે છેતરપિંડી કરી હતી.

સગરામપુરામાં ઇચ્છા મહેતાની શેરીમાં રહેતા રેખાબેન અશોકભાઇ ઘારીવાલા (ઉ.વ.54) 1982થી સિંગાપોરમાં રહે છે. તેઓએ ત્યાંની નાગરીકતા પણ મેળવી લીધી છે. ત્યાં તેઓનો ટેક્સટાઇલનો વ્યવસાય છે. તેઓ અવારનવાર વ્યવસાય અર્થે સુરત આવતા રહેતા હોય છે.

સુરતમાં રોકાણ અર્થે આવેલા રેખાબેને 2015ના સુરતમાં રહેતા તેમના ભત્રીજા અલ્પેશ મનહર રૂપાવાલા (રહે. વાડી મહોલ્લો રૂસ્તમપુરા)ને કહ્યું હતું અને અલ્પેશે તેમને વેસુમાં વીઆઇપી રોડ પર આવેલ શ્રુંગાર રેસીડેન્સીમાં ફ્લેટ બતાવ્યો હતો. જે ફ્લેટ રેખાબેનને પસંદ આવ્યો હતો. તેના પેટે બુકિંગના નામે પચ્ચીસ લાખ રૂપિયાનો ચેક સ્ટાર ગેલેક્સીના નામે આપ્યો હતો. ત્યારબાદ અલ્પેશે બારોબાર સોદો કેન્સલ કરી 25 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

સોદો કેન્સલ કરાવી ચેક પોતે રાખી લીધો

રેખાબેનેઅલ્પેશ પાસે રૂપિયા ભર્યા હોવાની રસીદની માંગણી કરતા અલ્પેશે વધુ 5 લાખ રૂપિયા માંગ્યા હતા. અલ્પેશે બાદમાં રેખાબેનને કહ્યું કે તમે સિંગાપોર જતા રહો, દસ્તાવેજ ત્યાં મોકલી દઈશ. જેથી તેઓ સિંગાપોર નિકળી ગયા હતા. બાદમાં બિલ્ડરે રેખાબનેને જણાવ્યું હતું કે ફ્લેટનો સોદો કેન્સલ કરી દેવાયો છે, તેના પેટે 25 લાખ રૂપિયાનો અશોક ઘારીવાલાના નામનો ચેક અલ્પેશ લઇ ગયો છે.

સુરતમાં રોકાણ માટે ફ્લેટ ખરીદ્યો હતો

સિંગાપોરથી પરત આવતા ખબર પડી

અન્ય સમાચારો પણ છે...