તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્ટેન્ટ મૂકાયા બાદ ફરી બ્લોકેજ થાય તો તબીબી બેદરકારી નહીં

સ્ટેન્ટ મૂકાયા બાદ ફરી બ્લોકેજ થાય તો તબીબી બેદરકારી નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અઠવાગેટનીએક હાર્ટ હોસ્પિટલ સામે દર્દીએ સ્ટેન્ટ મૂકાયા બાદ ફરી બ્લોકેજ થતાં તબીબી સેવામાં ખામી બાબતની ફરિયાદ દાખલ કરી હતી, જે ગ્રાહક કોર્ટે નામંજૂર કરી હતી.

2010માં નવસારીના બુહારીવાલાને ડાબા પગમાં બ્લડ સરક્યુલેશનનો પ્રોબ્લેમ જણાતાં અઠવાગેટ સ્થિત એક હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેમને પગમાં સ્ટેન્ટ મૂકવામાં આવી હતી. વર્ષ 2011માં બુહારીવાલાને ચાલતી વખતે છાતીમાં તકલીફ ઊભી થઈ હતી. એન્જિયોગ્રાફી બાદ માલુમ પડ્યું કે તેમને 95 ટકા હાર્ટ બ્લોકેજ છે, આથી એન્જિયોપ્લાસ્ટી કરી હતી. પરંતુ ત્યારબાદ પણ દુખાવો મટ્યો હતો. આથી તેમની બીજીવારની એન્જિયોગ્રાફી કરી હતી જ્યાં 50 ટકા બ્લોકેજ બહાર આવ્યું હતું. આથી અગાઉ ઓપરેશન કરનારા ડો. દેવાંગ દેસાઈએ કહ્યું હતું કે દર્દીને દવા પર રહેવા જણાવ્યું હતું અને કોઈ તકલીફ ઊભી થાય તો બાયપાસ સર્જરી સુધીની વાત કરી હતી. 7 મહિના બાદ ફરિયાદીએ મુંબઇમાં એક ડોક્ટરને બતાવીને બાયપાસ કરાવ્યું હતું. અહીં એક વાત બહાર આવી હતી કે જ્યારે પહેલીવાર પગમાં સ્ટેન્ટ મૂકવામાં આવી ત્યારે જો ડોક્ટરને આઇડિયા આવી જવો જોઇતો હતો કે હાર્ટમાં પણ બ્લોકેજ હોય શકે છે.

આથી તબીબી બેદરકારીનું કારણ આગળ ધરીને રૂપિયા 19.50 લાખના વળતરની માગણી કરાઈ હતી. કેસ કોર્ટમાં પહોંચતાં એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલ કરી હતી કે વાસ્તવમાં 6-7 ટકા કેસમાં પગ અને હાર્ટ એમ બંનેમાં સિગ્નિફિકન્ટ બ્લોકેજ જોવા મળે છે.

તબીબી બેદરકારી ગણાવી 19 લાખનું વળતર માગ્યું હતું

ક્લેઇમ કરનારા દર્દીની વિરુદ્ધમાં ગ્રાહક કોર્ટનો ચુકાદો

અન્ય સમાચારો પણ છે...