તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જૂની RTO કચેરીનું રિનોવેશન ઠપ ને નવી જગ્યાની શોધખોળ!

જૂની RTO કચેરીનું રિનોવેશન ઠપ ને નવી જગ્યાની શોધખોળ!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રીપોર્ટર, સુરત

આરટીઓકચેરી પાલમાં શિફ્ટ થયા બાદ રિંગ રોડ ખાતેની જૂની કચેરીનું કરોડોના ખર્ચે રિનોવેશન શરૂ કરાયું હતું. જો કે, બે વર્ષના અંતે હજુ સુધી જૂની કચેરીમાં માંડ 5 ટકા કામ થયું છે. રિનોવેશન પાછળ શહેરમાં નવી સીરીઝનું કામ શરૂ કરવાનો મુદ્દો હતો, પરંતુ હવે આરટીઓ નવી સીરીઝ માટે સરકાર પાસે કોઈ ખુલ્લી જગ્યાએ જમીન ફાળવવા માગણી કરી રહી છે. ત્યારે જૂની કચેરી પાછળ કરાઈ રહેલો કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડે તેવું લાગી રહ્યું છે. નવાઈની વાત છે કે બાબતે ખુલાસો કરવામાં આરટીઓ અને પીડબલ્યુડી બંને અંધારામાં છે.

રાજ્ય સરકારે ચાર વર્ષ પહેલા સુરતમાં જીજે-5ની સાથે જીજે-28 નવી સીરીઝ શરૂ કરવા ઘોષણા કરી હતી, પરંતુ હજુ સુધી મામલે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્રણ વર્ષ પહેલા આરટીઓ કચેરીનું પાલ ખાતે અત્યાધુનિક ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક સાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જૂની આરટીઓમાં નવી સીરીઝ શરૂ કરવા વિચારી તેનું રિનોવેશન કરવા કરોડો રૂપિયાનું ટેન્ડર ફાળવવામાં આવ્યું હતું. લગભગ બે વર્ષ પહેલા રિનોવેશન શરૂ તો કરાયું પણ હજુ સુધી માત્ર બહારની દીવાલો પર રંગકામ કરવા સિવાય કોઈ નવીનતા આવી નથી.

^ નવી સીરીઝ માટે સરકાર પાસે નવી જગ્યાની માગ કરી છે, પરંતુ જગ્યા મળી નથી રહી. જૂની કચેરીનું રિનોવેશન થાય પછી વિચારીશું કે ત્યાં શું કરવું. > કે.જી.કાલાવડિયા, ઇન્ચાર્જઆરટીઓ

4-5 મહિનાથી કામ બિલકુલ બંધ હોવા છતાં અધિકારીઓના પેટનું પામી હાલતું નથી. જૂની કચેરીના અંદરના ભાગે માત્ર ભંગાર પડ્યો છે, રિનોવેશનનો એકડો પણ ઘૂંટાયો નથી.

રિનોવેશન થયા પછી વિચારીશું શું કરવું?

એક તરફ કરોડોના ખર્ચે જૂની કચેરીનું રિનોવેશન વિચારે છે. ત્યાં બીજીતરફ નવી સીરીઝ માટે સરકાર પાસે જગ્યા મંગાી રહી છે. સવાલ છે કે જો આરટીઓને નવી સીરીઝ માટે અન્ય જગ્યા જોઈતી હોય તો જૂની કચેરીના રિનોવેશનના નામે કરોડો રૂપિયાનું આંધણ શા માટે કરાવામાં આવ્યું રહ્યું છે?

નવી સીરીઝ શરૂ કરવા માટે જગ્યાની શોધ

કચેરીમાં કોઈ પાસે ઠોસ માહિતી નથી!

કરોડોના ટેન્ડરો સામે 2 વર્ષમાં માત્ર બહારથી કલર કામ કરાયું

આશ્ચર્ય | કરોડો રૂપિયાના આંધણ બાબતે આરટીઓ અંધારામાં

અન્ય સમાચારો પણ છે...