અન્નનો બગાડ કરવો સારી વાત તો નથી !!!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુકીંગએક્સપર્ટ

‘કી ડીને કણ અને હાથીને મણ’ એક જૂની કહેવત છે. અેનો સંદર્ભ એટલો છે કે કુદરત દરેકને પોતાની જરૂરિયાત મુજબ ભોજન આપે છે. ભગવાન કોઈને ભૂખ્યો સુવાડતો નથી પરંતુ કહેવત મનુષ્ય સિવાયનાં બધાં સજીવો બરાબર સમજે છે. દરેક કીડીને કણ મળી રહે છે. કારણ કે કોઈ કીડી અકરાંતિયાની જેમ ભોજન નથી કરતી. થાળીમાં લઈને બગાડ કરી કચરાપેટીમાં નથી ફેંકતી અથવા સંગ્રહખોરી નથી કરતી. મનુષ્ય એક એવો સજીવ છે જેણે ખોરાકને જરૂરિયાત નહી, લક્ઝરી બનાવી છે. તેથી મનુષ્ય ભોજન માટે તલસે છે. કોઇ મનુષ્ય ભોજન માટે ફાંફા મારતો હોય ત્યારે કેટલાક મનુષ્ય એવા હોય જે અનાજને કચરાપેટીમાં પણ નાંખી દેતો હોય છે. ઘણા ઘરોમાં આજે પણ એવો વણલખ્યો નિયમ છે કે થાળીમાં ભોજન બગાડવું નહી. ઘણી વ્યક્તિઓ તો છેલ્લે થાળી ધોઈને પી જાય છે. આવા કુંટુબોને હું સલામ કરું છું. આવા પરિવારો અનન્નો બગાડ કરતા નથી કદાચ કારણે આજે આપણે મધ્યમવર્ગી કુટુંબો ભોજન પામી શકીએ છીએ. પહેલા પાટલા ઉપર પલાઠી વાળીને ભોજન ગ્રહણ કરવાની પ્રથા હતી. પણ યોગનો એક પ્રકાર છે. આવી રીતે ભોજન લેવાથી પગની નસો યોગ્ય જગ્યાઓથી દબાય છે. ભોજન લીધા પછી પેટ ભરાયાની અનુભૂતિ પણ બરાબર થાય છે. ઊભા-ઊભા જમવું નહીં એવી વડીલોની સલાહ પણ વૈજ્ઞાનિક છે. અન્નનો બગાડ આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે. આપણે એક પ્રતીજ્ઞા લેવી જોઇએ કે થાળીમાં પેટ ભરાય એટલું અન્ન લઇશ અને અન્નને બગાડીશ નહીં. આ‌ એક લેવા જેવી પ્રતિજ્ઞા છે, બધા સુરતીઓએ લેવી જોઇએ.
અન્ય સમાચારો પણ છે...