તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા વકીલના FB પર બીભત્સ ફોટો મુકાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જહાંગીરવિસ્તારમાં રહેતી એક મહિલા વકીલ નામે ફેક ફેસબુક આઇડી બનાવી તેના પર મહિલા વકીલના અંગત ફોટો મુકીને તેમજ મહિલા વકીલનો નંબર સેક્સ વર્કર તરીકે જાહેર કરી દેવાતા વકીલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

જહાંગીરપુરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર તે જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી રીમા(નામ બદલ્યું છે) વ્યવસાયે વકીલ છે. તેનો પતિ પણ વકીલ છે. સપ્ટેમ્બર 2015 એક મોબાઇલ નંબરવાળા વ્યકિતએ રીમાને ફોન કરીને અશ્લીલ વાતો કરીને બીભત્સ માંગણી કરી હતી. વારંવાર ફોન કરીને મળવા માટે પણ કહેતો હતો. તેમજ તેના નામે ફેસુબક આઇડી બનાવ્યું હતું. જેમાં રીમાના બીભત્સ ફોટો મુકવામાં આવ્યા હતા. તેમજ તેના નામે અન્યોને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને ચેટ કરવામાં આવતું હતું. જેમાં રીમાને સેક્સ વર્કર કરીને જાહેર કરીને બદનામ કરવામાં આવી હતી. અજાણ્યા આરોપીના વારંવારના આવા વર્તનથી રીમા હેરાન થઇ ગઇ હતી. હેરાનગતિથી કંટાળી રીમાએ પોલીસનું શરણું લીધું હતું.

આખરે રીમાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા શુક્રવારે પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...