તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બ્રેનડેડ યુવાનના અંગોના દાનથી 3ને નવજીવન મળ્યું

બ્રેનડેડ યુવાનના અંગોના દાનથી 3ને નવજીવન મળ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુર્જરક્ષત્રિય સમાજના લંબે હનુમાન રોડના એક યુવાન બ્રેનડેડ જાહેર થતાં તેના પરિવારજનોએ અંગોનું દાન કરતાં ડોનેટ લાઈફ સંસ્થા થકી અંગોને ત્રણ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવી નવજીવન બક્ષ્યું હતું. તો આંખથી 2 વ્યક્તિને દૃષ્ટિ મળી હતી.

વરાછા લંબે હનુમાન રોડ પર હસ્તીનાપુર સોસાયટી ખાતે રહેતાં હિરેન જયંતીભાઈ ગોહિલ (23) ગત ગુરૂવારના રોજ કડિયાકામ કરતાં પટકાઈ પડતાં માથામાં ગંભીર ઈજા થતાં બેભાન થઈ ગયા હતાં. તેને કેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં બ્રેઈન હેમરેજ હોવાનંુ નિદાન થયું હતું. શુક્રવારે બ્રેનડેડ જાહેર કર્યા હતાં. અંગેની જાણ થતાં ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલાએ પહોંચી જઈ પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેથી પરિવારજનો અંગદાનની સંમતિ આપી હતી.

અમદાવાદની આઈકેડીઆરસીના તબીબની ટીમે આવી બે કિડની અને લીવરનું દાન સ્વીકાર્યું હતું. જેનું ચક્ષુનું દાન લોકદૃષ્ટિ ચક્ષુબેંક દ્વારા સ્વીકારવામાં આ‌વ્યું હતું. બંને કિડની પૈકી એક ઉત્તર પ્રદેશ લખનૌના પી.કે.શ્રીવાસ્તવ (50) બીજી કિડની સુરતની તેજલ નવીનભાઈ પરમાર(21)માં તો લીવર અમદાવાદના ગીરીશભાઈ પુંજારા(49)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ત્રણેયના પરિવારમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો.

આંખનું દાન લોકદૃષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું

ગુર્જર ક્ષત્રિય સમાજના યુવકે અંગદાન કર્યું

અન્ય સમાચારો પણ છે...