તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીના ઘરેથી નોકર 10 લાખ લઇ છૂમંતર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોડદોડખાતે રહેતા વેપારીના ઘરમાં કામ કરતા નોકરે કબાટના ડ્રોઅરમાંથી રોકડા 6 લાખ તેમજ 1.5 લાખના દાગીના લઇ પલાયન થઇ જતા ઉમરા પોલીસ સ્ટેશનમાં નોકર વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ છે.

પાંજરાપોળ નજીક આવેલા રત્નશ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા ગોપાલ સુલ્તાનિયા ગત બુઘવારે પરિવાર સાથે બહાર ગયા હતા. સમયે ઘરમાં કામકાજ માટે રાખેલા નોકર સુરેશે ઘરમાં હાથ સાફ કરી નાંખ્યો હતો. વેપારી પરિવાર જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે ડ્રોઇંગરૂમનો કબાટ ખુલ્લો હતો અને તેમાં મુકેલા રોકડા રૂ. 9 લાખ તેમજ સોનાની બુટ્ટી, અન્ય સોનું, હીરા મળી 1.50 લાખના દાગીના ગાયબ થઈ ગયેલા જણાયા હતા.

ઉપરાંત સુરેશનો પણ કોઇ અત્તોપત્તો મળ્યો હતો. જેથી સુરેશે ઘરમાં ચોરી કરી હોવાનું માનીને મકાન માલિક વેપારીએ નોકર સુરેશ વિરુધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 10.50 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. મકાન માલિકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સુરેશને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...