તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરતમાં આજે ભાજપના વર્ચસ્વ અને પાસના અસ્તિત્વની લડાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં આજે ભાજપના વર્ચસ્વ અને પાસના અસ્તિત્વની લડાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટાવરાછા અબ્રામા ખાતે આવેલા પીપી સવાણી શાળાના ગ્રાઉન્ડ પર યોજાનારા ગુરૂવારના કાર્યક્રમમાં ભાજપ અને પાસનું પાણી મપાઇ જવાનું છે. તેમાં કાર્યક્રમ સફળ થશે તો ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણી માટે એક નવું જોમ મળી રહેશે. જ્યારે પાસએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ગુરૂવારે કેવી રણનીતિ અપનાવવામાં આવે છે તેના પર તમામની નજર રહેલી છે. ગુરૂવારના કાર્યક્રમ પરથી ભાજપનું વર્ચસ્વ અને પાસનું અસ્તિત્વ મપાઇ જશે.

પાટીદાર અનામત આંદોલન બાદ પહેલી ‌વખત પાટીદારના ગઢ સમાન વિસ્તાર અબ્રામા ખાતે પાટીદાર અભિવાદન સમારોહના નેજા હેઠળ ભાજપના રાજસ્વી મહાનુભાવોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જો કાર્યક્રમ સફળ થશે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર વિસ્તારમાં ભાજપને વાંધો નહીં આવે તેવો મજબૂત મેસેજ સમગ્ર રાજ્યમાં જવાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જ્યારે કાર્યક્રમનો વિરોધ કરવા માટે પાસના આગેવાનોએ પાટીદાર વિસ્તારમાં પણ બેઠકોનો દોર શરૂ કરીને કાર્યક્રમનો વિરોધ કરવામાં આવે તે માટેની રણનીતિ ઘડવામાં આવી છે. તેની સામે પોલીસ દ્વારા પાસના આગેવાનો સામે કતારગામ અને અમરોલી પોલીસે બે ગુનાઓ અને સરથાણા અને કાપોદ્વા પોલીસે એક-એક ગુનો મળી કુલ 6 ગુનાઓ નોંધ્યા છે. ...અનુ. પાનાં નં.13

(વિસ્તૃતઅહેવાલ પાના નં. 2)

તેનાકારણે ગુરૂવારના કાર્યક્રમમાં પાસ દ્વારા વિરોધ કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલ છે. જ્યારે આજે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ ભાજપ પ્રેરિત હોવાની વાત કરવામાં આવી છે. પરંતુ ગુરૂવારના કાર્યક્રમ માટે પાટીદારોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. જોકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનો વિરોધ કરવામાં આવે તેવી હાલ તો શક્યતા જોવા મળી રહી છે. સાથે પાસ દ્વારા કાર્યક્રમના સ્થળે કોઇ કાંકરીચાળો કે વિરોધ કરવામાં નહીં આવે તે માટે બે આઇજી, બે ડીઆઇજી, સાત ડીસીપી, 19 એસીપી, 49 પીઆઇ સહિત 5000 પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે. તેમાં પાટીદાર અનામત આંદોલન વખતનાં તમામ સંવેદનશીલ સ્થળો પર બુધવારે સવારથી પોલીસ જવાનો બંદોબસ્તમાં મૂકીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ સફળ બને તે માટે ભાજપે મંત્રીઓ ઉપરાંત તમામ ધારાસભ્યની ફોજ ખડકી દીધી છે.

કાર્યક્રમનો વિરોધ કરવા પાટીદાર વિસ્તારોમાં પાસની બેઠકો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો