તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • લઠ્ઠાકાંડનો મરણાંક અટકવાનું નામ લેતો નથી, હરિપુરામાં વધુ 2નાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઠ્ઠાકાંડનો મરણાંક અટકવાનું નામ લેતો નથી, હરિપુરામાં વધુ 2નાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતજિલ્લાના વરેલીથી શરૂ થયેલા લઠ્ઠાકાંડનો મરણાંક અટકવાનું નામ લેતો નથી. વરેલી અને કડોદરા થઈ શનિવાર સુધી 15 મોત થયા હતા. રવિવારે વરેલીને અડીને આવેલ હરીપુરા ગામે વધુ બે વ્યક્તિઓના મોત થતાં મરણાંક 17 પર પહોંચી ગયો છે. રવિવારે ભાજપ કોંગ્રેસના નેતાઓ વરેલી અને હરીપુરામાં મુલાકાત લેવા પહોંચ્યા હતા. રાજ્ય સરકારે મૃતકોની અંતિમવિધિ માટે 10 હજાર રૂપિયાની જાહેરાત કરી છે .

સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં લઠ્ઠાકાંડથી લઈ રાજ્ય સરકાર હચમચી ઉઠી છે. હવે એક તરફ તપાસ કમિટી દોડી છે તો બીજી તરફ મરણાંક વધી રહ્યો છે. ગત રોજ સુધી વરેલી, કડોદરા અને ચલથાણ થઈ 15 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. વરેલીમાં શરૂ થયેલા લઠ્ઠાકાંડની ઘટના બાદ હવે રવિવારે વરેલીને અડીને આવેલા હરીપુરા ગામમાં વધુ 2 વ્યક્તિઓના મોત નિપજતા મરણાંક 17 પર પહોંચ્યો હતો. જ્યારે 6 વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયા છે. ભાજપ કોંગ્રેસના આગેવાનો રવિવારે વરેલી હરીપુરાની મુલાકાતે પહોંચ્યા હતા. એક તરફ તપાસ કમિટી દ્વારા સુરતના લઠ્ઠાકાંડના અસરગ્રસ્તોની મુલાકાત લઈ રહી હતી તો બીજી તરફ હરીપુરાથી મૃતકોના મૃતદેહ અને દારૂનો નશો કરનાર લોકો હોસ્પિટલમાં પહોંચી રહ્યા હતા. તંત્ર ઘટનામાં ખૂલીને બોલવા તૈયાર નથી. મોતના કારણો ઘટનાને 8 દિવસ બાદ પણ સ્પષ્ટ થયા નથી. રવિવારે વન અને આદિજાતિ મંત્રી ગણપત વસાવા,સાંસદ પરભૂ વસાવા, સુરેશ પટેલ, ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ, બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર, સુરત જિલ્લા મહામંત્રી સંદીપ દેસાઇએ બંને ગામોની મુલાકાત હતી.

વી.એમ. પારઘીના અધ્યક્ષતામાં રચાયેલી એસઆઈટીએ લોકોની મુલાકાત લીધી.

મૃતકોની યાદી

1મંગુભાઈ ભંગરભાઈ રાઠોડ(47)રહે નવું હળપતિ વાસ, હરીપુરા

2 જયેશભાઈ સુમનભાઇ રાઠોડ (30) રહે નવું હળપતિ વાસ, હરીપુરા

ગંભીરવ્યક્તિઓ

1સુભાન જયંતિ પાડવી (32)

2 મંજુ સુમન રાઠોડ( 60)

3 ગુલાબ છના રાઠોડ (32)

4 રમેશ ભાણા રાઠોડ (54)

5 ગોકુળ ઈશ્વર રાઠોડ (32)

6 પુનમ રમેશ રાઠોડ (32)

જવાબદાર અિધકારીઓ સામે પણ સરકાર પગલાં ભરશે

^હાલમાં15 થી 17ના મોતના સમાચાર છે. આરોગ્ય વિભાગની ટીમ કામે લગાડવામાં આવી છે. જેઓ ગંભીર છે તેમના પરિવારને પણ એક મહિનાનું અનાજ આપવામાં આવ્યું છે. સમગ્ર ઘટના અંગે સમગ્ર ઘટના અંગે તપાસ કમિટી બનાવવામાં આવી છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરી છે. જવાબદાર અધિકારીઓએ સામે પણ પગલાં લેવામાં આવશે. > ગણપતવસાવા, વનમંત્રી, ગુજરાત સરકાર

વડોલીમાં ઉપરાછાપરી મોતની ઘટના બાદ જિલ્લા પોલીસની ભીંસ વધતાં વરેલીનો બુટલેગર નિલેષ મકવાણાએ દેશી દારૂનો જથ્થો હરીપુરા ખાતે જયેશ રાઠોડ, મંગુ રાઠોડને સાચવવા આપી ગયો હતો. જ્યાં સુભાન પાડવી અને ઉપરોક્ત બંને ઈસનો ખેતરમાંથી દેશી દારૂનો જથ્થો પી લેતા ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા. જે પૈકી જયેશ રાઠોડ અને મંગુ રાઠોડનું મોત નીપજયું હતું. પોલીસ હરકતમાં આવીને નિલેષની ધરપકડ કરી હતી. જો કે હરિપુરામાં નશો કરનારાની હાલત ગંભીર થવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.

બૂટલેગરે સંતાડવા આપેલો દારૂ પીતાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા

તપાસ સમિતિના ધામા વચ્ચે વધુ મોત થતાં લોકોમાં ભારે આક્રોશ

ઘટનાને 8-8 દિવસ પછી પણ મોતનાં કારણો સ્પષ્ટ કરવામાં તંત્ર નિષ્ફળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો