તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ કમિશનરેે પુણા PI ચાવડાની બદલી કરી નાખી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાપૂણા વિસ્તારમાં 26 કલાકમાં એક સાથે પાંચ યુવકોના રહસ્યમય સંજોગોમાં મોત થયો હોવાનો અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિધ્ધ થયો હતો. પૂણા પોલીસે આખી ઘટનાને ગંભીરતાથી લઈ જાણી જોઈને ઢાંકપિછોડો કર્યા હતો.જેને પગલે પોલીસ કમિશનર આશીષ ભાટીયાએ આજે પૂણા પીઆઈની બદલી કરી દઈને લાયસન્સ બ્રાંચમાં મુકી દીધા હતા અને તેમના સ્થાને લાયસન્સ બ્રાંચના પીઆઈને પૂણા પોલીસમાં બદલી કરાઈ હતી.

પૂણામાં 26 કલાકમાં એક સાથે પાંચ યુવકોના મોત થવાની ઘટના પછી પણ પરવટ પાટીયા વિસ્તાર દારૂના અડ્ડાઓ સ્થાનીક પોલીસની રહેમતળે ધમધમી રહયા છે.જેના કારણે પીસીબી અને ડીસીબીએ રેડ કરીને દારૂના કેસો કર્યા હતા.પૂણા વિસ્તારના હળપતિવાસમાં રહેતા લીસ્ટેડ બુટલેગર જીતુના અડ્ડા પર અકંુર નામના ઈસમે 6 દારૂની પોટલી પીતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.પોલીસ કમિશનરે તપાસના આદેશ કર્યા બાદ પૂણા પીઆઈ એમ.એન.ચાવડાની સામે શિક્ષાત્મક પગલા ભરી બદલી કરી હતી. પીઆઈ ચાવડાની લાયસન્સ બ્રાંચમાં અને લાયસન્સ બ્રાંચના પીઆઈ એમ.વી.પટેલની પૂણા પોલીસ સ્ટેશનમાં બદલી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો