તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • દર્દીએ કાન પકડીને સાહેબને કહ્યું, કે ‘હવે પછી દારૂ નહિ પીઈશ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દીએ કાન પકડીને સાહેબને કહ્યું, કે ‘હવે પછી દારૂ નહિ પીઈશ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરઅને જિલ્લામાં હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડને કારણે 21થી વધુ લોકોના મોત બાદ સફાળે જાગેલી સરકારે પોતાની ચામડી બચાવવા માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ બનાવીને આજે સુરત ખાતે મોકલી હતી.આ સમિતિમાં ગાંધીનગરથી અધિક પોલીસ મહાનિર્દશક વી.એમ.પારગી,ગુજરાત રાજ્યના નશાબંધી અને આબકારી ખાતાના નિયામક બી.કે.કુમાર તથા ગાંધીનગરના ન્યાય સહાયક વિજ્ઞાનના નાયબ નિયામક ડો.એમ.એસ.દહિયાએ સુરત સરર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં લઠ્ઠાકાંડમાં 15 ના મોત અને 7 જણા હોસ્પિટલમાં દાખલ હોવાની વાત કરી હતી.ત્રણ દિવસમાં લઠ્ઠાકાંડની તપાસ કરીને તેનો રીપોર્ટ તપાસ સમિતિ સરકારને સબમીટ કરશે એમ પણ અધિકારીએ વાત કરી હતી.આજે બપોરે તપાસ સમિતિની ટીમ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની મુલાકાત લીધી હતી.અધિકારીઓએ દર્દીના નામ અને કેટલા વખતથી દારૂ પીવાની ટેવ છે અને કંઈ જગ્યાએ દારૂ પીધો તમામ હકીકતો મેળવી હતી સાથે પરિવારના સભ્યની સાથે વાતચીત કરીને પણ કેટલીક ચોકાવનારી વિગતો પણ મેળવી હતી.નવી સિવિલમાં દાખલ ચાર દર્દીઓ પૈકી ત્રણ આઈસીયુમાં અને અન્ય એક ડાયાલીસીસ પર છે.આ ચારેય જણાએ વરેલીગામમાં દેશી દારૂ પીધો હોવાની હકીકતો પણ આપી હતી. એક પેશન્ટએ તો પોલીસ અધિકારીની હાજરીમાં બે કાન પકડીને એવુ કહયું કે ‘સાહેબ હવે પછી દારૂ નહિ પીવું’ ત્યારે અધિકારીએ તેને દારૂ પીવા બાબતેની સમજણ આપી હતી.ઉપરાંત ટીમે નવી સિવિલના કોફરન્સ રૂમમાં ફોરેન્સીક-મેડીસીન વિભાગનો તબીબો,ડીન સુપિન્ડેન્ટર,આરએમઓ,ઈન્ચાર્જ કલેકટર, ડીડીઓ, જિલ્લાના આરોગ્યની ટીમ સહિત પોલીસના અધિકારી સાથે મીટીંગો કરી હતી.વરેલીમાં મોડીસાંજે તપાસ સમિતિએ સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં પોલીસ અધિકારી વી.એમ.પારગીએ આવતીકાલે સરકારને રીપોર્ટ સોપવાની વાત કરી હતી.જાે કે રીપોર્ટની હકીકતો બાબતેની જાણકારી આપવાનો તેમણે ઈન્કાર કરી દીધો હતો.

નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની મુલાકાત લઈ વિગતો જાણી

લઠ્ઠાકાંડમાં તપાસ સમિતિના સુરત ખાતે ધામા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો