તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે વરેલી બંધનું એલાન ધરણાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે વરેલી બંધનું એલાન -ધરણાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણાનાવરેલી ગામે પીવાના કારણે 15 લોકોના મોત થયા બાદ આજરોજ ફરીથી વરેલીના બાજુના ગામ હરીપુરામાં બે વ્યક્તિના મોતના સમાચાર તેમજ 6વ્યક્તિની હાલત લથડતા કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. આવતી કાલે વરેલી બંધનું એલાનની સાથે વરેલી ગ્રામ પંચાયત કચેરી ખાતે ધરણાંનોકાર્યક્રમ પણ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે. આનંદ ચૌધરીએ કાર્યકરો સાથે હરીપુરા હળપતિ વાસ ખાતે મરનારના પરિવારજનોની મુલાકાત લીધી હતી. સુરત જિલ્લા પંચાયત સભ્ય દર્શન નાયકે પણ તપાસ સમિતિના અધ્યક્ષ પારઘી સમક્ષ લઠ્ઠાકાંડ સંદર્ભે લેખીત રજૂઆત કરી હતી.

રાજ્યના ગૃહમંત્રીએ પ્રોહિબિશનના કેસોની વિગતો મંગાવી છે. શહેરના પોલીસ સ્ટેશનોમાં એક મેસેજ પાસ કરાયો હતો.જેમાં જણાવામાં આવ્યું હતું કે તારીખ 3 થી 11મી સપ્ટેમ્બર સુધીના પ્રોહિબિશનના કેટલા કેસ કર્યા તે અંગેની હકીકતો ગૃહમંત્રાલયને પહોંચાડવી.

પી.આઈ. એચ. કે. ભરવાડ સસ્પેન્ડ

લઠ્ઠાકાંડપ્રકરણમાં લોકરોષ અને રાજકીય રીતે વધતા દબાણને પગલે મોડી રાત્રે એક કડક કાર્યવાહીના ભાગરૂપે પી.આઈ. એચ.કે. ભરવાડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એચ.કે. ભરવાડ કડોદરા પી.આઈ. હતા અને સજાના ભાગરૂપે ત્રણ દિવસ પહેલા રીઝવમાં મૂકી છેવટે કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર બાદ રેંજ IGએ SIT બનાવી

વરેલીમાંથયેલા લઠ્ઠાકાંડમાં 15થી ‌વધુના મોત થયા પછી રાજય સરકાર હરકતમાં આવીને તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી દીધી હતી.જેની તપાસ માટે અધિકારીઓ આજે સુરત આવ્યા હતા તો બીજી તરફ જિલ્લાની પોલીસે તેની ચામડી બચાવવા માટે રાજ્ય સરકારે બનાવેલી તપાસ સમિતિ બાદ એસઆઈટીની રચના કરી હતી.સુરત જિલ્લા પોલીસવડા મયુર ચાવડા અને ડીવાયએસપી એસ.જી.રાણાની દેખરેખ હેઠળ તપાસ કરાશે.

હરીપુરા ગામમાં ગરીબ હળપતિ આદિવાસી બે ભાઇઓના મોતના સમાચાર સાંભળતા પલસાણા મામલતદાર હરીપુરા ગામે ધસી ગયા હતા. અને મારનાર બંને વ્યક્તિના કુટુંબોને પાંચ હજાર રોકડા સહાય તેમજ એક માહિનાનું અનાજ પણ તાત્કાલિક પોતાના ખર્ચે ભરાવી આપતા પલસાણા મામલતદાર બી.આર. પટેલની માનવતા જોવા મળી રહી હતી. બી.આર. પટેલ દ્વારા અન્ય એક મહિલા બીમાર હોવાથી તેને ઝૂપડે જઈને પણ તેમને રોકડ સહાય આપી હતી. જ્યારે બીજી તરફ કોંગ્રેસ ભાજપના દિગ્ગજ નેતાઓ માત્ર ગરીબોના ઝૂંપડાંની મુલાકાત લઈ માત્ર અને માત્ર ભાષણબાજી કરી પોતાના રાજકારણનો રોટલો શેકવા સિવાય કોઈએ પણ પોતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયો ના આપવા બાબતે પણ ભારે ચર્ચા વિભાગમાં જોવા મળી રહી છે.

લઠ્ઠા પર રોટલો શેકતા રાજકીય પક્ષો

ગૃહમંત્રાલયે તાજેતરના પ્રોહિબિશનના કેસોની વિગત માગી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો