તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • માત્ર હોબાળો અપૂરતો, નક્કર પરિવર્તન પણ આવવું જોઈએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર હોબાળો અપૂરતો, નક્કર પરિવર્તન પણ આવવું જોઈએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાનને ટ્વીટ કરીને કોમેડિયન કપિલ શર્માએ પોતાની વ્યથાને જાહેર કરી દીધી. એવી આશાએ કે ભ્રષ્ટાચારમાં વ્યાપ્ત બીએમસીની સ્થિતિમાં કંઈક નક્કર પરિવર્તન આવશે પણ તેનું પરિણામ ધાર્યા કરતા જુદું આવ્યું. મૂળ મુદ્દાને કોરાણે હડસેલીને તેને રાજકીય મુદ્દો બનાવી દેવામાં આવ્યો. ભાજપના નેતાઓને વાતે ખોટું લાગ્યું કે કપિલે સીધા વડાપ્રધાન સમક્ષ બાબતની ફરિયાદ કરી. જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના તથા અન્યને બાબતે વાંધો પડ્યો કે કોઈ વ્યક્તિ અમારા માણસો પર રીતે ખુલેઆમ આક્ષેપ કેવી રીતે કરી શકે? કારણ કે બીએમસીના અધિકારીઓ, કર્મચારીઓ તેમના કાર્યકર્તા છે. કોંગ્રેસને રાજકારણ રમવા માટે એક સારો મુદ્દો મળી ગયો. વિવાદમાં કપિલ શર્માનો જૂનો રેકોર્ડ પણ શોધી શકાય છે. શક્ય છે કે દેશના એવા ખૂણેથી એફઆઇઆર નોંધાઈ શકે છે જ્યાં કપિલ શર્મા ક્યારેય ગયો હોય. વિચારવા જેવી વાત છે કે શું કોઈ સામાન્ય નાગરિક સત્તાધારી રાજનેતાને સીધો પ્રશ્ન પૂછી શકે કે નહીં? આજે જ્યારે વડાપ્રધાન સોશ્યલ મીડિયા, રેડિયો વિગેરે માધ્યમો દ્વારા જનતાની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો કરી રહ્યા હોય ત્યારે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારની વ્યક્તિને હેરાન કરવાના બદલે જે-તે કાર્યાલયને ભ્રષ્ટાચારમુક્ત કરવાનો પ્રયાસ થાય શું વધારે ઈચ્છનીય નથી? દરેક ઘટનાનું રાજકીયકરણ કેટલે અંશે યોગ્ય છે? જ્યારે જાણીતી હસ્તીઓ પાસેથી પણ લાંચ માગવામાં આવે છે ત્યારે સામાન્ય લોકોની શું હાલત થતી હશે? સંદર્ભમાં દુષ્યંત કુમારની પ્રસિદ્ધ પંક્તિઓ યાદ આવે છે: ‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મક્સદ નહીં/મેરી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહીએ/મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી/હો કહી ભી આગ, લેકિન આગ જલની ચાહીએ.’

સમગ્ર વિવાદમાં પંક્તિઓ બંધ બેસે છે એટલું નહીં તેને સમજવામાં પણ ઉપયોગી પુરવાર થાય છે.

અંડર -

કરન્ટઅફેર્સ વિશે 30થી ઓછી વયના યુવાઓનો અભિપ્રાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો