તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

B.Com, BBA, BCA, B.Sc અને ‌B.ed.ની 1500 બેઠકો ખાલી રહેશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે હાથ ધરાયેલી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા બાદ 1500 બેઠકો ખાલી રહેશે. જોકે ગત વર્ષની સરખામણીમાં વધુ બેઠકો ખાલી રહી છે.

નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા અભ્યાસક્રમોમાં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ચાર-પાંચ રાઉન્ડ યોજાયા બાદ તમામ અભ્યાસક્રમોમાં બેઠકો ખાલી રહી છે. બીકોમ-બીબીએ અને બીસીએની વાત કરીએ તો ચાલુ વર્ષે 1070 બેઠકો ખાલી રહી છે જયારે 2015-16માં માત્ર 700 બેઠકો ખાલી રહી હતી.

તેવી રીતે બીએસસીમાં ચાલુ વર્ષે 300 બેઠકો ખાલી રહી છે. ઉપરાંત બીએડ કોલેજોમાં 87 બેઠકો ખાલી રહી છે. હવે પછી કોઇ પણ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાનાર નથી. અને ખાલી બેઠકો સાથે પ્રવેશ પ્રક્રિયા પુર્ણ જાહેર કરી છે. આમ ચાલુ વર્ષે યુનિવર્સિટીના બીકોમ-બીબીએ-બીસીએ, બીએસસી અને બીએડમાં 1457 બેઠકો ખાલી રહેશે. ચાલુ વર્ષે પૂરક પરીક્ષાનું પરીણામ ખુબ નીચુ આવ્યું હતું. જેને કારણે પણ ઘણી બધી બેઠકો ખાલી રહી હોય તેવી શક્યતા છે. કારણ ગેમ તે હોય બધાની વચ્ચે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વધુ બેઠકો ખાલી રહી છે.

ગયા વર્ષની સરખામણીમાં વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા પૂરક પરીક્ષાનું પરિણામ ખૂબ નીચું આવતાં બેઠકો ખાલી રહી

ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાને ગયા વર્ષ કરતાં નબળો પ્રતિસાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો