તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • અભિવાદન સમારોહ પૂર્વે વરાછાથી અબ્રામા સુધી પોલીસ ખડકી દેવાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભિવાદન સમારોહ પૂર્વે વરાછાથી અબ્રામા સુધી પોલીસ ખડકી દેવાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘ભાજપ તોફાન કરાવે ને દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળે છે : વિરજી ઠુમ્મર

અંગતસ્વાર્થ માટે પાટીદાર સમાજના કેટલાક આગેવાનો સરકારનો હાથો બનીને પાટીદાર સમાજને તોડવાનું કામ કરે છે તેમજ તોફાનો પણ ભાજપ પોતે કરાવે છે અને તેનો દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળી દે છે. બુધવારે કોંગ્રેસે યોજાયેલી પત્રકાર પરિષદમાં ધારાસભ્ય રાઘવજી પટેલ અને માજી સાંસદ વિરજી ઠુમ્મરે આવા આક્ષેપો કર્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતાં કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પાટીદાર અભિવાદન સમારોહ સમિતિના નેજા હેઠળ યોજવામાં આવેલા કાર્યક્રમનો પાટીદાર સમાજ વિરોધ કરી રહ્યો છે તેમ છતાં વિરોધને કોંગ્રેસ પ્રેરિત ખપાવવામાં આવી રહ્યો છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસને છૂટ્ટો દોર આપવામાં આવી રહ્યો છે. માજી સાંસદ વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને હાર દેખાઈ રહી હોવાથી કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. ભાજપ તમામ વર્ગના લોકોને તોડવાનું કામ કરી રહ્યો છે. પહેલાં લઘુમતિ, ત્યાર બાદ પાટીદાર અને હવે દલિત સમાજને તોડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ભાજપ પોતે તોફાન કરાવીને દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળે છે, જેની સામે અમારો વિરોધ છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મોડી રાત્રે સુરત રેલવે સ્ટેશને આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતુ. તસવીર-રિતેશપટેલ

સ્થાનિક બંદોબસ્ત |2IG| 1DIG| 6DCP| 13ACP| 29PI| 70PSI| 2000પોલીસજવાન | 500TRB

પોલીસ બંદોબસ્ત

અમિત શાહ સુરત પહોંચ્યા

બહારથી મંગાવેલો બંદોબસ્ત |1 DIG | 1 SP | 6 Dy.SP | 20 PI | 78 PSI |60 મહીલા કોન્સટેબલ | 700 પોલીસ જવાન | 10 SRP કંપની

તોફાનીઓએ ગેટ તોડ્યો

વરાછામાંતો સમારોહના પોસ્ટરો ફાડી નાંખવા, બ્રિજની નીચે પોસ્ટર પર અભદ્ર લખાણ લખાયા તો ભટાર રોડ પર પણ પાટીદાર સમારોહ માટે બનાવવામાં આવેલો વેલકમ ગેટ તોફાનીઓએ તોડી નાંખતા આવતીકાલે યોજાનારા અભિવાદન સમારોહ ઉચાટભર્યા માહોલમાં યોજાય તેવી શકયતા વધી છે.

કોંગ્રેસી નેતાઓના ચાબખા

કાર્યક્રમ 150 સીસી કેમેરાથી કવર કરાશે

કડક બંદોબસ્ત |વરાછાના કાર્યક્રમના સ્થળે 150 સીસી કેમેરા ગોઠવાયા છે. જેથી કરીને કોઈ કાકરીચાળો પણ કરે તો તે કેમેરામાં કેદ થઇ જાય.

સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ સહિતનું અભિવાદન કરાશે

BJP vs PAAS‌ | પાટીદાર બહુલ વિસ્તારોમાં ભારેલો અગ્નિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો