તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીતે POPની મૂર્તિ પણ પાણી પ્રદૂષિત નહીં કરશે!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંગણેશજીની 60 હજાર જેટલી માટી તેમજ પીઓપીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. પીઓપીની પ્રતિમાનું જ્યારે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે પાણીમાં રહેતા જીવ અને વન્સપતિએ તેમાં રહેલા કેમિકલથી નુકસાન વેઠવું પડે છે. પર્યાવરણ બચાવવાની સાથે ધાર્મિક પરંપરા પણ જળવાઈ રહે તે માટે બારડોલીમાં આવેલી ફેકલ્ટી ઓફ એન્જિનિયરીંગ, ટેક્નોલોજી એન્ડ રિસર્ચ કોલેજના પ્રિન્સિપાલ ડો. લતેશ ચૌધરીએ ‘દિવ્ય ભાસ્કર’ને એક અનોખી પદ્ધતિ જણાવી છે.

ડો. લતેશે જણાવ્યું હતું કે, પીઓપીને કેલ્શિયમ સલ્ફેટથી ઓળખવામાં આવે છે. જ્યારે પીઓપીની મૂર્તિઓ પાણીમાં જાય છે ત્યારે પાણીમાં પ્રદૂષણ ફેલાવે છે. ધાર્મિક પરંપરા જાળવવા સાથે પ્રદૂષણ ઘટાડવા માટે ઘરમાં સ્થપાયેલી પીઓપીની મૂર્તિનું સૌપ્રથમ વજન કરો. એક પાત્રમાં માપ અનુસાર મૂર્તિ ડૂબે એટલું પાણી ભરી તેમાં ખાવાનો સોડા નાખો. જ્યાં સુધી સોડા પાણીમાં ઓગળી નહીં જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. સોડા પાણીમાં ઓગળ્યા બાદ તેમાં ગણેજીની પ્રતિમાને ડૂબાડી દો. થોડા સમય બાદ મૂર્તિ ઓગળી જશે. છેવટે પાત્રના તળિયે જે પાઉડર બચ્યો હશે તેને સિમેન્ટની કંપનીમાં તેમજ બચેલા પાણીને ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

બારડોલીની કોલેજના પ્રિન્સિપાલનો નુસખો

મૂર્તિના વિસર્જન બાદ વધેલા પાઉડર અને પાણી બંને ફરી વાર ઉપયોગમાં લઈ શકાશે

શ્રીજીની આવી સવારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો