તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ભુપત આહીર ગેંગે ખંડણી મુદ્દે જયંતિનું અપહરણ કરાવ્યું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુપત આહીર ગેંગે ખંડણી મુદ્દે જયંતિનું અપહરણ કરાવ્યું હતું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટા વરાછાના અપહ્યત બિલ્ડરનો રૂ.50 લાખની ખંડણી ચુકવ્યા બાદ છુટકારો થયો હતો. જોકે બિલ્ડરનો હેમખેમ છુટકારો થયા બાદ ગણતરીના કલાકોમાં ક્રાઈમબ્રાંચે અપહરણમાં સંડોવાયેલા 6 અપહરણ કારોને ઝડપી પાડ્યા હતા. બિલ્ડરે અગાઉ અન્યનુ અપહરણ કરાવ્યુ હતું. જેના નાણાં લેતીદેતીમાં માથાભારે ભુપતે બિલ્ડરનું અપહરણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે.

ગત તા.9 જુલાઈના રોજ મોટાવરાછામાં રહેતા બિલ્ડર જયંતિ તારપરાનું અપહરણ થયું હતુ. જયંતિના પરિવારની ફરિયાદને પગલે જમીન કે નાણાંકીય લેતીદેતીમાં અપહરણ થયું હોવાની શંકા સાથે સરથાણા પોલીસ તથા ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. દરમિયાન જયંતિના પુત્ર પર અપહરણકારોએ ફોન કરી ‘જયંતીભાઈને બચાવવા હોય તો 50 લાખ રૂપિયા લઈ નારી ચોકડી ભાવનગર આવી જાવ.’ જેથી પોલીસે રૂપિયા આપવાના બહાને આરોપીઓને ઝડપી પાડવા છટકુ ગોઠવ્યુ હતુ અને પોલીસની એક ટીમ સાથે ગઈ હતી. જોકે અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ અપહરણકારોને શંકા જતા તેમણે ખંડણીના રૂપિયા લેવાની ના પાડી દીધી હતી. દરમિયાન અપહરણકારોએ ફરીથી તેમના પરીવારનો સંપર્ક સાધતા પરીવારે પોલીસની જાણ બહાર રૂ.50 લાખ ખંડણી ચુકવી દીધા હતા અને ત્યાર બાદ જયંતિભાઈનો ગઈ તા.15મી છુટકારો થયો હતો. પોલીસને વાતની જાણ થતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ગીરીશ નકુમ(રહે.મહુવા), શૈલેષ ડાંગર(શિહોર), ભરત દેવમોરારી (જાંજમેરા), નિલેશ સાકરીયા(કાપોદ્રા), પ્રવિણ લાડુમોર(પુણાગામ) અને હિતેશ ખમણ(રાજપરા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ખંડણીમાં મેળવેલા 50 લાખ પૈકીના રૂ.14.13 લાખ કબજે કર્યા હતા.

પગમાં ફ્રેક્ચર હોવા છતાં અપહરણમાં જોડાયો

ઝડપાયેલાઆરોપીઓ પૈકીના પ્રવિણ ઉર્ફે પી.ડીનુ થોડો સમય અગાઉ અકસ્માત થતા જમણા પગમાં ફ્રેકચર થયુ હતુ. પગમાં પ્લાસ્ટર હોવા છતા તેણે અપહરણમાં ભુપત આહીરને મદદ કરી હતી.

કથીરીયાની સોપારીનાં નાણાં માટે અપહરણ

જયંતિ તારપરાએ તેનો અશોક કથીરીયા સાથે જમીન વિવાદ ચાલતો હતો. વિવાદ પતાવવા માટે જયંતિએ ભુપતને સોપારી આપી હતી અને અશોકનંુ અપહરણ કરાવ્યંુ હતંુ. કામ માટે ભુપત આહીરને ખંડણીની રકમ આપવાની વાત થઈ હતી જોકે જયંતિએ રૂપિયા ચુકવતા વસુલાત માટે ભુપતે અપહરણ કરાવ્યુંનંુ બહાર આવ્યુ છે.

ભુપત આહીરના 6 સાગરીતોે ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો