તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • તું સૂર્યા મરાઠીનો માણસ છે’ કહી યુવકને પતાવી દીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તું સૂર્યા મરાઠીનો માણસ છે’ કહી યુવકને પતાવી દીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કતારગામમાંગોતાલાવાડી પાસે રવિવારે રાત્રે બે યુવકોએ પુનમ નામના યુવક પર ચાકુથી હુમલો કર્યો હતો. તુ સૂર્યા મરાઠીનો માણસ છે એવું કહીને પુનમ પર હુમલો કરીને તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. સારવાર દરમિયાન પુનમનું મોત નિપજ્યું હતું. પોલીસે બે પૈકી એક આરોપીની ધરપકડ કરી છે. સામાન્ય ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર વેડ રોડ પર પ્રાણનાથ સોસાયટીમાં રહેતો પુનમ ભાગોજી શીંદે(ઉ.વ.28) રાત્રે તેના ઓળખીતા અને સંબંધી સાથે કતારગામમાં ગોતાલાવાડી પાસે આમલેટની લારી પર ગયા હતા. ત્યાં વિપુલ ભૈયા અને મનીષ બારૈયા પણ હતો. કોઈ મુદ્દે પુનમ અને વિપુલ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં વિપુલ ભૈયા બિહારીએ પુનમને ચાકુ મારી દીધું હતું. ત્યારે દિવ્યેશ હરીશ ગોરે(રહે.ત્રીલોક સોસાયટી, વેડરોડ) ત્યાંજ હાજર હતો તેણે પુનમને સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. રાત્રે દિવ્યેશે આરોપી વિપુલ અને મનીષ બારૈયા વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન પુનમનું મોત નિપજ્યું હતું. પોલીસે તેમાં હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી કરી હતી. રાત્રે પોલીસે આરોપી વિપુલની ધરપકડ કરી હતી. મરનાર પુનમ પણ માથાભારે હતો તેના વિરુદ્ધ 2012માં મારામારીનો ગુનો દાખલ થયો હતો. ફરિયાદ કરનાર દિવ્યેશ મરનાર પુનમનો સંબંધી થાય છે, તેના વિરુદ્ધ પણ મારામારીના ત્રણેક ગુના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો