Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
SVNITના વિદ્યાર્થીઓેની પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ
સુરતનીએકમાત્ર નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં મિકેનિકલ ડીપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા 60-70 વિદ્યાર્થીઓએ સોમવારે ડીપાર્ટમેન્ટના એક સિનિયર પ્રોફેસર વિરૂધ્ધ ડાયરેકટરને ફરીયાદ કરી હતી.
અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મંગળવારે સમગ્ર દેશમાં ગુરૂ પુર્ણિમાંની ઉજવણી થતી હોય છે. દિવસે શિષ્ય પોતાના ગુરૂને દક્ષિણા આપતા હોય છે. ત્યારે એસવીએનઆટીમાં અવળી ગંગા વહેતી હોય તેમ મિકેનિકલ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ પ્રોફસરનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. સોમવારે 60- 70 વિદ્યાર્થીઓએ મિકેનિકલ ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ પ્રોફેસર ડી.બી ગોહીલ વિરૂધ્ધ એસવીએનઆઇટીના ઇન્ચાર્જ ડાયરેક્ટર એસ.કે જૈનને ફરીયાદ કરી હતી.
વિદ્યાર્થીઓએ પ્રોફેસરો સામે એવો આક્ષેપ લગાવ્યો હતો કે પ્રોફેસર પ્રેકટીકલ પરીક્ષામાં માર્કસ જાણી જોઇને કાપી લે છે તેમજ ઉનાળા વેકેશન દરમિયાન ફેઇલ થયેલા વિદ્યાર્થીઓને બરાબર ભણાવતા હોવા અંગેની ફરીયાદ પણ કરવામાં આવી કરી હતી. જ્યારે ડીપાર્ટમેન્ટના અન્ય વિદ્યાર્થીઓ પાસેથી જાણ્વા મળ્યુ હતુ કે ડીપાર્ટમેન્ટના અન્ય પ્રોફેસરો દ્રાર ઘણી વખત વિદ્યાર્થીઓ ત્રણ-ચાર માર્કસ માટે નાપાસ થતા હોય ત્યારે માર્કસ આપીને પાસ કરી દેતા હોય છે. જો કે, પ્રોફેસર થોડા સિધ્ધાંતવાદી હોઇ વધારાના માર્કશની લ્હાણી કરતા નથી જેને કારણે વિદ્યાર્થીઓને પોતાની સાથે અન્યાય થતો હોવાનું લાગ્યુ હોઇ શકે.
ગુરૂપૂર્ણિમા પૂર્વે ગુરૂ સામે આક્રોશ