તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત સહિત ત્રણ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પ્રમુખ નિમાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત સહિત ત્રણ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પ્રમુખ નિમાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકાર ગ્રાહક બાબતોમાં ખૂબ ઉદાસીનતા દાખવી રહી છે. આજે પણ અમદાવાદ જિલ્લાના બે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સહિત રાજ્યના 6 જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ ફોમમાં પ્રમુખ નથી. સ્થિતિમાં રોજબરોજ ગ્રાહકોના કેસોમાં તારીખ પર તારીખ મળી રહી હોવાનું ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું છે. રાજ્ય સરકારે આજે 3 જિલ્લામાં પ્રમુખની નિમણૂક કરી છે. રાજ્ય સરકારે આજે ભાવનગર ગ્રાહક ફોરમમાં સી.આર. ઠક્કર, ખેડા-નડીયાદ ગ્રાહક ફોરમમાં ડી.આર. રામી, ભરૂચ ગ્રાહક ફોરમમાં એસ.એન. વકીલ અને સુરત એડિશનલ ગ્રાહક ફોરમમાં એસ.જે.શેઠની નિમણૂક કરવામાં આવી છે.જોકે આજે પણ રાજ્યમાં મહત્વની કહી શકાય તેવી શહેર જિલ્લા પ્રમુખોની જગ્યાઓ ખાલી છે. જેમાં અમદાવાદ શહેર, અમદાવાદ એડિશનલ, અમદાવાદ ગ્રામ્ય, રાજ્કોટ એડિશનલ, સુરેન્દ્રનગર અને પંચમહાલ જિલ્લા ગ્રાહક ફોરમનો સમાવેશ થાય છે. રાજ્યમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં 16234 જેટલી ફરિયાદો પેન્ડિંગ છે. જેમાં વડોદરાની એડિશનલ ફોરમમાં 2233 ફરિયાદો, સુરત એડિશનલમાં 1238, વડોદરામાં 2110, સુરતમાં 1465,આણંદમાં 3458, અમદાવાદ શહેરમાં 605, અમદાવાદ ગ્રામ્યમાં 344 જેટલી ફરિયાદો આજે પણ પડતર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો