તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • જિલ્લા પંચાયતના પેમ્ફલેટ છાપવા અંગે વધુ એક કૌભાંડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા પંચાયતના પેમ્ફલેટ છાપવા અંગે વધુ એક કૌભાંડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાપંચાયતમાં છેલ્લા 1 અઠવાડિયાથી પેમ્ફલેટ અને કેલેન્ડર છાપવા અંગે અલગ કૌભાંડ બહાર આવી રહ્યા છે. દરમિયાન સોમવારે ફરી બીમારી અંગે જનજાગૃતિના છાપવામાં આવેલા પેમ્ફલેટ અંગે નવું કૌભાંડ બહાર આવ્યું હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા છે.

મળતી માહિતી અનુસાર ગત અથવાડિયે યોજાયેલી જિલ્લા પંચાયતની સમાન્ય સભામાં વિપક્ષ દ્વારા કેલેન્ડર છાપવા અંગે થયેલા કૌભાંડોની ચર્ચા કરવામાં આવી હતી, જેથી જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશને તપાસનો આદેશ આપ્યો હતો. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં કેલેન્ડરના કૌભાંડ બાદ પેમ્ફલેટ કૌભાંડ પણ કર્યા હોવાનું જણાઈ રહ્યું છે. દરમિયાન સોમવારે જિલ્લા પંચાયતમાં વિપક્ષ દ્વારા લેપ્ટોસ્પાયરોસીસ, ચીકુન ગુનિયા, મલેરિયા જેવા વિવિધ રોગચાળા માળે છાપવામાં આવતા પેમ્ફેલટની વિગત ડિડિઓને અપાઈ હતી, જેમાં વર્ષ 2011-12માં 21.16 લાખ, 2012-13માં 22.93 લાખ, 2013-14માં 6.93 લાખ, 2014-15માં 2.94 લાખ પેમ્ફલેટ છાપવામાં આવ્યા છે. આંકડાને જોતાં ચાલુ વર્ષે પેમ્ફેલેટની સંખ્યા છેલ્લા 2 વર્ષની સરખામણીએ સીધી 18 લાખ ઘટાડી દેવાઈ છે, જે અંતર્ગત વિપક્ષે ડીડીઓને તપાસ કરાવવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો