Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફ્રેનાઝ ચીપિયાની બેવડી સિદ્ધિ
ફ્રેનાઝ ચીપિયાની બેવડી સિદ્ધિ
સુરત | આશાસ્પદપારસી યુવા મહિલા ટેબલ ટેનીસ ખેલાડી કુ. ફ્રેનાઝ મહેરનોશ ચીપિયાએ ગત સિઝનનું પોતાનું ફોમ જાળવી રાખીને ચાલુ સિઝનમાં વડોદરા તેમજ અમદાવાદ ખાતેની ઓપન મેજર રેન્કિંગ ટુર્નામેન્ટમાં યુથ તેમજ મહિલા સિંગલ્સ ખિતાબ કબજે કરી બેવડી સિદ્ધિ મેળવી હતી. હાલમાં વડોદરાના એમ.એસ. યુનિવર્સિટી ઓપન ગુજરાત મેજર રેન્કિંગ સ્પર્ધામાં ફ્રેનાઝે યુથ સિંગલ્સની ફાઈનલમાં અમદાવાદની હેલી શાહને 4-2થી હરાવી હતી અને ત્યારબાદ ફ્રેનાઝે મહિલા સિંગલ્સ ફાઈનલમાં ભાવનગરની દિવ્યા ગોહિલને 4-1થી પરાસ્ત કરી હતી. ઉપરાંત એસ.બી. હાઇવે ખાતેના રેકેટ એકેડમી, અમદાવાદ ખાતે રમાયેલી સિઝનની બીજી રેન્કિંગ સ્પર્ધામાં ફ્રેનાઝે મહિલા સિંગલ્સના ખિતાબો કબજે કરીને સુરતનો ડંકો વગાડ્યો હતો. અમદાવાદ ખાતે ફ્રેનાઝે યુથ વિભાગમાં હેલી શાહને 4-0થી તથા મહિલા સિંગલ્સ ફાઇનલમાં 4-1થી દિવ્યા ગોહિલને પરાસ્ત કરી હતી.