તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 110ની સ્પીડે કોલેજિયનોની કાર ડિવાઇડરમાં ઘૂસી 30 ફૂટ ફંગાળોઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

110ની સ્પીડે કોલેજિયનોની કાર ડિવાઇડરમાં ઘૂસી 30 ફૂટ ફંગાળોઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વહેલીસવારે વરસાદમાં ડુમસ ભજીયા ખાવા અને મોજમસ્તી કરવા જઈ રહેલા કેટલાક કોલેજિયન મિત્રોની આઇ-20 કાર લગભગ 110 કિમીની ઝડપે દોડી રહી હતી ત્યારે ચાલકે કાબૂ ગુમાવી દેતાં કાર ધડાકાભેર ડિવાઇડર સાથે ભટકાઈને 30 ફૂટ દૂર ફંગોળાઈ ગઈ હતી. સદનસીબે દુર્ઘટનામાં તમામ યુવકોને મામૂલી ઈજા થઈ હતી, કારનો ડૂચો વળી ગયો હતો.

સોમવારે વહેલી સવારે ડુમસ રોડ એરપોર્ટ પાસે એક આઈ-20 કાર નંબર જીજે-5-જેઈ-4873 ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને રસ્તા પરથી ફંગોળાઈ ગઈ હતી. કારમાં 6 જેટલા કોલેજિયન વિદ્યાર્થીઓ હતા તેમને નાની-મોટી ઈજા પહોંચી હતી. ઘટના અંગે કેટલાક રાહદારીઓએ 108ને જાણ કરી હતી, પરંતુ તે મોડી પહોંચી હતી. વિદ્યાર્થીઓને સદ્દનસીબે વધુ વાગ્યું હોવાથી 108 આવ્યા બાદ તમામને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં 4 વિદ્યાર્થીઓ માસ્મા કોલેજના અને બે અખંડઆનંદ કોલેજના હતા. તેમણે પોતાના નામ કાર્તિક હીરપરા (18), પવન જાસોલિયા (18) (રહે-કતારગામ), રવિ હીરપરા (18) (રહે-શાંતિનગર સરથાણા), નિખીલ સુરતરિયા (18) (રહે-વરાછા), ચિંતન કટારિયા (18) (રહે-કાલીદાસનગર, વરાછા) અને જીગર હોવાનું જણાવ્યું હતું.

ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયા બાદ કાર હવામાં ફંગોળાયા બાદ પલટી મારીને 30 ફૂટ દૂર સુધી ઘસડાઈ ગઈ હતી. કારનો ખુરદો વળી ગયો હતો. અકસ્માત બાદ કારના મીટરનો કાંટો 110ની સ્પીડ પર આવીને થંભી ગયો હતો.

કારનું સ્પીડ મીટર 110 પર જઈને અટક્યું

સદ્દનસીબે યુવકોને સામાન્ય ઈજા થઈ, કારનો ડૂચો વળી ગયો

એરપોર્ટ પાસે ચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો