તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સરકાર કહેશે તો ફરી મધ્યસ્થી માટે તૈયાર: વિઠ્ઠલ રાદડિયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર કહેશે તો ફરી મધ્યસ્થી માટે તૈયાર: વિઠ્ઠલ રાદડિયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાર્દિકપટેલ જેલમાંથી છૂટ્યો ત્યારે તેને સુરતમાં કામરેજ પાસે એક ફાર્મમાં વિઠ્ઠલ રાદડિયા સાથે મુલાકાત કરી હતી. એક સમયે બન્નેએ એક બીજા પર વાણી વિલાસ કરતા બન્ને વચ્ચે અંટસ પડી ગઇ હતી. જો કે, મુદ્દે વિઠ્ઠલભાઇએ જણાવ્યું હતું કે, હું સામેથી હાર્દિકને મળવા ગયો હતો. જૂની વાતો ભૂલી જઇ બન્ને ગળે મળ્યાં હતા. ઔપચારિક મુલાકાત હતી. જો સરકાર કહેશે તો હજુ મધ્યસ્થી બનવા તૈયાર છું.

­જોકે, રાજકોટ જિલ્લાની સફરે આવેલા હાર્દિકને તેની અને વિઠ્ઠલભાઇ સાથેની મુલાકાત મુદ્દે મૌન સેવ્યું હતું. અંગે પૂછવામાં આવ્યું ત્યારે હાર્દિકે કહ્યું હતું કે, મુદ્દે મારે કશું કહેવાનું થતું નથી. ઉલ્લેખનીય છે કે, સરકારે હાર્દિક સાથે મધ્યસ્થી કરવા સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાને જવાબદારી સોંપી હતી, પરંતુ તેઓ હાર્દિકને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. હાર્દિકના જેલમાંથી છુટ્યા બાદ વિઠ્ઠલભાઇએ નિવેદન આપ્યું હતું કે, ‘હું પણ પટેલ પુત્ર છું, માટે અનામત મળે તો સમાજના હિતમાં છે, હાર્દિક સાથે પાંચ-દસ મિનિટ મુલાકાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો