તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTOમાં રિટાયર્ડ અધિકારી પણ ચંપલ ઘસતા થઈ ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતઆરટીઓ કચેરીનું તંત્ર સૌથી રેઢિયાળ હોવાનો વધુ એક દાખલો સોમવારે સામે આવ્યો હતો. એક સમયે આરટીઓમાં ફરજ બજાવી ચુકેલા રિટાયર્ડ ઇન્ચાર્જ એઆરટીઓ આજે આરટીઓમાં તેમના કામ અર્થે આવ્યા હતા. તેમની આગળ પાછ‌‌ળ ફરતા સ્ટાફે તેમને ધક્કે ચઢાવ્યા હતા. સિનિયરvs કહેવા છતાં તેમનું પણ કઈ ઉપજ્યું હતું.

સુરત આરટીઓ એટલે વિવાદનું ઘર હકીકતમાં વાત સોમવારે સાર્થક થઈ છે. સુરત આરટીઓમાં બે વર્ષ પહેલા ઇન્ચાર્જ એઆરટીઓ તરીકે ફરજ બજાવી ચુકેલા અને રિટાયર્ડ થયેલા અધિકારીને આજે કડવો અનુભવ થયો હતો. અધિકારી એમની નવી કારના ટેક્સના રૂપિયા ભરવા માટે કચેરીમાં આ‌વ્યા હતા. દરમિયાન 2:30 વાગ્યાની આસપાસ તેમને ટેક્સ જમા કરાવવા માટે ગયા તો ટેક્સ નહીં લેવામાં આવશે. આજનો હિસાબ કરી દેવાયો છે. હવે કોમ્પ્યુટર નહીં ચાલુ થાય એવુ કહી દેવાયુ હતું. અંગે રિટાયર્ડ અધિકારી આરટીઓના સિનિયર ઇન્સ્પેક્ટરને મળતા તેમને રુપિયા લઈ લેવા માટે સુચના આપી હતી. પરંતુ ચા કરતા કીટલી ગરમ જેવો ઘાટ અહીં સર્જાયો હતો. આરટીઓના ઇન્સ્પેક્ટરના કહ્યા બાદ પણ કોમ્પ્યુટર ઓપરેટરે ટેક્સની રકમ નહીં લઈ આવતી કાલે લેવાશે કહી દીધું હતું. સમગ્ર ઘટનામાં રિટાયર્ડ અધિકારીને ધક્કા ખાવા પડ્યા હતા.

તેમણે કહ્યું કે આમ રૂપિયા ભરવાનો સમય 4 વાગ્યા સુધીનો છે તેમ છતાં આટલી વહેલી બારી બંધ કરી દેવાઈ અને અધિકારીઓનું પણ સાંભળતા હોય શરમજનક બાબત છે. હવે અધિકારીઓનું ઓછું અને એજન્ટોનું વધારે ચાલતું હોય એવું લાગી રહ્યું છે.

પૂર્વ અધિકારીના કામ રખડે તો આમલોકોનું પૂછવું શું

અધિકારીનું ઓછું ને એજન્ટોનું ચલણ વધુ : નિવૃત્ત ઇન. RTO

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો