Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં છૂટો છવાયો 15 મિમી વરસાદ
સુરત | હવામાનવિભાગ દ્વારા હાલ છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ રહી છે. જે અંતર્ગત શહેરમાં બે દિવસથી વરસાદી ઝાપટા થઈ રહ્યા છે. લોકોને સતત થઈ રહેલા ઉકળાટથી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે જિલ્લામાં પણ વરસાદ થઈ રહ્યો છે. બારડોલીમાં 6 મિમી, ચોર્યાસીમાં 19 મિમી, કામરેજમાં 9 મિમી, મહુવામાં 9 મિમી, માંડવીમાં 23 મિમી, માંગરોલમાં 20 મિમી, ઓલપાડમાં 40 મિમી, પલસાણામાં 8 મિમી, ઉમરપાડામાં 13 મિમી વરસાદ નોંધાયો છે. બે ત્રણ દિવસથી ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ઉકાઈ ડેમની સપાટીમાં થઈ રહેલો વધારો બંધ થઈ ગયો છે. ગયા અઠવાડિયે ચાર દિવસમાં ડેમની સપાટીમાં 25 ફુટનો વધારો નોંધાયો હતો. પરંતુ વરસાદ બંધ થતા ડેમની આવકમાં પણ ઘટાડો થયો છે. આજે 20 હજાર ક્યુસેકસ પાણીની આવક ઉકાઈમાં થઈ હતી. ડેમની સપાટી 312.21 ફુટ નોંધાઈ હતી. હથનુર ડેમની સપાટી 209.33 ફુટ નોંધાઈ છે. હથનુર માંથી 9 હજાર ક્યુસેક્સ પાણીનો ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યો છે.