તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • CA ફાઇનલમાં ટોપ 50માં સુરતના 5 વિદ્યાર્થી ઝળક્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CA ફાઇનલમાં ટોપ-50માં સુરતના 5 વિદ્યાર્થી ઝળક્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મે-2016માંલેવાયેલી સીએ ફાઇનલ અને જુન-2016માં લેવાયેલી સીએ સીપીટીની પરીક્ષાનું પરીણામ સોમવારે જાહેર કરાયું હતું. જેમાં સીએ ફાઇનલમાં સુરત સેન્ટરના પાંચ વિદ્યાર્થીઓએ ટોપ-50માં રેન્ક મેળવ્યો હતો.

મે-2016માં ધી ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડીયા દ્રારા ચાર્ટડ એકાઉન્ટન્ટ ફાઇનલની પરીક્ષા લેવામાં આવી હતી. સુરત સેન્ટરમાંથી હિંમાંશુ અગ્રવાલે 800માંથી 555 માર્કસ મેળવી સુરત સેન્ટરમાં પ્રથમ તેમજ ઓલ ઇન્ડીયામાં 24મો રેન્ક મેળવ્યો હતો. તેમજ પ્રફુલ સોની 547 માર્કસ સાથે ઓલ ઇન્ડીયામાં 30મો, એૈશ્વર્યા ગગેએ 545 માર્કસ સાથે 32મો, શિલ્પા સુરાનાએ 544 માર્કસ સાથે 33મો રેન્ક મેળવ્યો હતો. સુરત સેન્ટરમાંથી કુલ 875 વિદ્યાર્થીઓએ બંને ગ્રૃપની પરીક્ષા આપી હતી જેમાંથી 171 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જયારે પ્રથમ ગ્રૃપમાં 1276 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 348 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જયારે સેકન્ડ ગ્રૃપમાં 1361 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 356 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ઉપરાંત જુન-2016માં સીએ સીપીટીની પરીક્ષા લેવામાં આવી હતી. સુરત સેન્ટરમાંથી મુદિત અગ્રવાલે 200માંથી 190 માર્કસ મેળવી સુરત સેન્ટરમાં પ્રથમ તેમજ સમગ્ર દેશમાં સંભવિત ટોપ-5માં રેન્ક મેળવ્યો હતો. સુરતની અનુશા અગ્રવાલે અને રાહુલ શાહે 179 માર્કસ મેળ‌વી સુરત સેન્ટરમાં બીજો રેન્ક મેળવ્યો હતો.

હિંમાંશુ અગ્રવાલ સેન્ટરમાં પ્રથમ

CA-CPT પરીક્ષાનું પરિણામ જાહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો